Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બાડમેરના 1 કિલો સોનાની ચીટિંગનો આરોપી ભુજમાં ઝડપાયો:LCBએ રાજસ્થાન પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
બાડમેરના 1 કિલો સોનાની ચીટિંગનો આરોપી ભુજમાં ઝડપાયો:LCBએ રાજસ્થાન પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં નોંધાયેલા એક કિલોગ્રામ સોનાની છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે બાડમેર પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા 18 ઓગસ્ટથી 27 ઓગસ્ટ, 2026 દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના હેઠળ LCB દ્વારા ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓની સઘન શોધખોળ કરવામાં આવી રહી હતી. આ ઝુંબેશ અંતર્ગત LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોષી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી અને ભરતભાઈ ગઢવી ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. મોટાપીર ચાર રસ્તા નજીક પહોંચતા નવીનભાઈ જોષી અને શક્તિસિંહ ગઢવીને ખાનગી બાતમીદાર મારફતે મહત્વપૂર્ણ માહિતી મળી હતી. બાતમી મુજબ, બાડમેર પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. 287/2026 હેઠળ BNSની કલમ 316(2), 318 અને 61(2) મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી અજીમ ઉર્ફે દાદાડો કારા બાફણ, રહે. નિંગાળ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, આશરે એક કિલોગ્રામ સોનાની છેતરપિંડીના આરોપસર ફરાર હતો. મળેલી ચોક્કસ માહિતીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. થોડા સમય બાદ બાતમીમાં જણાવ્યા મુજબનો શખ્સ મોટાપીર ચોકડી વિસ્તારમાંથી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપીની ઓળખ અજીમ ઉર્ફે દાદાડો કારા બાફણ તરીકે થઈ હતી. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને રાજસ્થાનની બાડમેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ LCBની આ કાર્યવાહીને ફરાર આરોપીઓ સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશની એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. હવે બાડમેર પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને સોનાની છેતરપિંડીના સમગ્ર પ્રકરણ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan