Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

અમૂલે ઘી-બટર મોંઘા કર્યા:1 કિલો ઘી ₹50 વધીને ₹680નું થયું, 100 ગ્રામ બટર ₹66; નકલી ઘી સામે કાર્યવાહી બાદ વધી માગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 3 views
અમૂલે ઘી-બટર મોંઘા કર્યા:1 કિલો ઘી ₹50 વધીને ₹680નું થયું, 100 ગ્રામ બટર ₹66; નકલી ઘી સામે કાર્યવાહી બાદ વધી માગ
અમૂલે ઘી અને બટર ₹3થી ₹50 સુધી મોંઘાં કરી દીધાં છે. 1 કિલો ઘીના કાર્ટનની કિંમત ₹630થી વધીને ₹680 થઈ ગઈ છે. બટરના 100 ગ્રામ પેકની કિંમત ₹63થી વધીને ₹66 થઈ ગઈ છે. ભાવ વધવાનું કારણ ગુજરાત-રાજસ્થાનમાં નકલી ઘી વિરુદ્ધ કાર્યવાહી બાદ બ્રાન્ડેડ ઘીની વધેલી માગ છે. આથી સપ્ટેમ્બર 2025માં થયેલા GST ઘટાડાનો લાભ પણ ઘણો ઓછો થઈ ગયો છે. અમૂલ ઘી અને બટરના નવા ભાવ GST ઘટ્યા બાદ અમૂલે 700 પ્રોડક્ટ્સ સસ્તા કર્યા હતા સપ્ટેમ્બર 2025માં GST દર ઘટ્યા બાદ અમૂલે 700 ડેરી પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા હતા. ડેરી પ્રોડક્ટ્સ પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો હતો. તે સમયે 1 લીટર ઘીના કાર્ટનની કિંમત ₹650થી ઘટીને ₹610 થઈ ગઈ હતી. 5 લીટરનું ટિન ₹3,275થી ઘટીને ₹3,075 થઈ ગયું હતું. બટરના 100 ગ્રામ પેકની કિંમત ₹62થી ઘટીને ₹58 થઈ ગઈ હતી. 500 ગ્રામનું પેક ₹305થી ઘટીને ₹285નું થયું હતું. ગુજરાતમાં અમૂલ કાઉ ઘીની અછત ભાવ વધવાની સાથે લોકોને અમૂલના કેટલાક ડેરી પ્રોડક્ટ્સ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વડોદરા અને અમદાવાદના દુકાનદારોએ જણાવ્યું કે ઘીનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે. ગણેશોત્સવ બાદ માગ વધવાને કારણે કાઉ ઘીની ઉપલબ્ધતા પ્રભાવિત થઈ છે. મંગળવારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ડી-માર્ટ આઉટલેટમાં અમૂલ ઘી અને બટરનો સ્ટોક નહોતો. આ મુશ્કેલી માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. જુલાઈ અને સપ્ટેમ્બરમાં પુણે અને કોલકાતામાં પણ સપ્લાય અટકવાની ફરિયાદો સામે આવી હતી. નકલી ઘી સામે કાર્યવાહી બાદ બ્રાન્ડેડ ઘીની માગ વધી અમૂલ સાથે જોડાયેલા એક સહકારી નેતાએ જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાનમાં નકલી ઘી વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહીનું કારણ બનતાં બ્રાન્ડેડ ઘીની માગ અચાનક ખૂબ વધી ગઈ છે. છેલ્લા 6 મહિનામાં બંને રાજ્યોના વિવિધ વિસ્તારોમાંથી આશરે 2 લાખ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. નકલી ઘી વિરુદ્ધ થયેલી આ કાર્યવાહી બાદ લોકોનો અમૂલ જેવી બ્રાન્ડ્સ પર વિશ્વાસ વધ્યો છે અને તેમણે બ્રાન્ડેડ ઘી ખરીદવાનું શરૂ કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે વર્ષ દરમિયાન કુલ જેટલું ઘી વેચાય છે, તેનો આશરે 45% હિસ્સો એકલા તહેવારોની સિઝનમાં જ વપરાય છે. આ જ કારણે અચાનક માંગ વધતાં સપ્લાય પર વધુ દબાણ ઊભું થયું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan