Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

માધ્યમિક શિક્ષણ બોર્ડના ફોર્મ વેકેશન ખૂલે પછીભરાવો અથવા મુદત લંબાવો:દિવાળી વેકેશનમાં ધો. 10, 12ના બોર્ડના ફોર્મ ભરવાની જાહેરાતથી ઝાલાવાડના આચાર્યો-શિક્ષકોમાં રોષ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 6, 2026 👁 1 views
માધ્યમિક શિક્ષણ બોર્ડના ફોર્મ વેકેશન ખૂલે પછીભરાવો અથવા મુદત લંબાવો:દિવાળી વેકેશનમાં ધો. 10, 12ના બોર્ડના ફોર્મ ભરવાની જાહેરાતથી ઝાલાવાડના આચાર્યો-શિક્ષકોમાં રોષ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે, આ જ સમયગાળા દરમિયાન શાળાઓમાં દિવાળી વેકેશન પડતું હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના શિક્ષકો અને આચાર્યોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ અંગે શિક્ષણ બોર્ડના સચિવને લિખિત રજૂઆત કરીને ફોર્મ ભરવાની સમયમર્યાદામાં સુધારો કરવા માંગ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 4 નવેમ્બર 2026ના રોજ બપોરે 12 કલાકથી 3 ડિસેમ્બર 2026 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. બીજી તરફ, 5 નવેમ્બરથી શાળાઓમાં સત્તાવાર દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે. વેકેશન દરમિયાન શાળાઓમાં શિક્ષકો કે વહીવટી ક્લાર્કની હાજરી હોતી નથી. આથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો વેકેશનમાં સંપર્ક કરવો મુશ્કેલ બનશે. ગ્રાન્ટેડ શાળાઓમાં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ફી એકત્ર કરવી અને ડેટા ચકાસણી માટે આચાર્ય તથા શિક્ષકોની સંકલિત હાજરી જરૂરી હોય છે. શિક્ષકોએ વેકેશન દરમિયાન પ્રવાસ કે સામાજિક પ્રસંગોનું અગાઉથી આયોજન કરેલું હોય છે. તેથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. બોર્ડે તાત્કાલિક તારીખો ન બદલી તો શૈક્ષિક મહાસંઘ ઉગ્ર આંદોલન કરશે દિવાળી વેકેશન દરમિયાન જ બોર્ડના ફોર્મ ભરવાની જાહેરાત કરી શિક્ષણ બોર્ડે અન્યાય કર્યો છે. વેકેશનમાં શાળાઓ બંધ હોય, વહીવટી સ્ટાફ ન હોય અને ગ્રામ્ય વિદ્યાર્થીઓનો સંપર્ક અશક્ય હોય ત્યારે ફોર્મ કેવી રીતે ભરાશે? જો બોર્ડે તાત્કાલિક આ તારીખો ન બદલી અને વેકેશન બાદ ફોર્મ ભરવાની વ્યવસ્થા ન કરી, તો શૈક્ષિક મહાસંઘ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. - ભરતસિંહ ચાવડા, ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan