top
પ્રકાશ પર્વ:ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધતા નાની લાઇટોમાં 10થી 15, મોટીમાં 20%નો વધારો
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી માટે હાલ એલઇડી લાઇટો અને સિરિઝની ખરીદી થઇ રહી છે. ત્યારે ચાઇનીઝ લાઇટોની સામે પ્રમાણમાં થોડી મોંઘી પણ ભારતીય બનાવટની ટકાઉ લાઇટોની માંગ વધવા પામી છે. જેમાં મોટાભાગની ખરીદી વેપારીઓએ સુરત, અમદાવાદ, વડોદરામાં મેન્યુફેક્ચરિંગ થયેલી લાઇટની કરી છે. આમ જિલ્લામાં દિપાવલીમાં દેશી લાઇટોના ઝગમગાટથી ઝળહળશે અને બે વર્ષ બાદ ખરીદી વધતા આ વર્ષ વેપાર 20થી 25 કરોડને પાર જવાની આશા સેવાઈ રહી છે. વેપારી ઘનશ્યામભાઇ ચામડીયાએ જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની બનાવટ માટે વાપરવામાં આવતી વસ્તુઓ અને જોબકામ મજૂરીનો ભાવ વધ્યો જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવને લઇ ટ્રાન્સપોર્ટેશન ભાવો વધતા નાની લાઇટોમાં 10થી 15 અને મોટી લાઇટોમાં 20 ટકા જેટલો વધારો છે. ભારતમાં ખાસ ગુજરાતમાં બનેલી લાઇટો મોટી સિરિઝોની નાની ટૂંકી સિરિઝ અને ડિઝાઇનની માંગ રહે છે. ચાઇનીઝ કરતા થોડી મોંઘી પણ ભારતીય બનાવટની લાઇટ ટકાઉ હોવાથી વધુ ખરીદી થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે અગાઉ દિવાળીમાં ચાઇનીઝ લાઇટો બજારમાં આવતી જેનો કોઇ ભારતીય વિકલ્પ નહતો. ત્યારે હાલ ભારતમાં પણ એલઇડી લાઇટોનું માર્કેટમાં છે. જેમાં ખાસ ગુજરાત રાજ્યમાં બનેલી એલઇડી લાઇટો અને સિરિઝો હાલ બજારોમાં ધુમ ખરીદી કરાઈ રહી છે. જેમાં ખાસ અમદાવાદ, સુરત, વડોદરામાં આ સ્વદેશી લાઇટો બની હોવાથી સંપૂર્ણપણે ભારતીય છે. જે ચાઇનાની લાઇટો કરતા પ્રમાણમાં થોડીક મોંઘી પણ ટકાઉપણામાં સારી હોવાથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં માંગ વધી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં 30થી 40 જ્યારે જિલ્લામાં 300થી 400 વેપારીઓએ એલઅઇડી લાઇટ અને સિરિઝના ઘંધા સાથે સંકળાયેલા છે. દિપાવલીને ગણતરીના દિવસો બાકી હોવાથી છેલ્લી ઘડીની ખરીદીઓ વધે તો જિલ્લામાં ટર્ન ઓવર 20થી 25 કરોડને પાર કરી જવાની શક્યતાઓ સાથે આશા સેવાઇ રહી છે. જીએસટી 18ની જગ્યાએ 12 ટકાના સ્લેબમાં લેવાની જરૂર ભારતમાં બનતી એલઇડી લાઇટો અને સિરિઝો પર હાલ 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જેના કારણે તેના ભાવ ચાઇનીઝ લાઇટો કરતા થોડા વધુ મોંઘા પડે છે. હાલ ચાઇનાથી માલ ઓછો ઈમ્પોર્ટ થાય છે પણ ચાઇનીસ માલ શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર સહિતના દેશોના સિમ્બોલ સાથે માર્કેટમાં આવી રહ્યા છે. મોટી સિરિઝની લાઇટોમાં ભારતીય માલ વધુ પણ નાની સિરિઝ લાઇટોમાં હજુ પણ ચાઇનીઝ લાઇટોનો દબદબો છે. જે ઓછો કરવા જો ભારતીય લાઇટો પર લાગતો જીએસટી 12 ટકાના સ્લેબમાં લેવા વેપારીઓએ એકસૂર વ્યક્ત કર્યો હતો. દેશી ફાનસ આકારની લાઇટ, સ્વસ્તિક, ઝુમરવાળી સહિતની લાઇટોનું આકર્ષણ દિવાળી પર્વમાં આ વર્ષ લેમ્પ, ઝુમર, સિરિઝમાં નવી વેરાઇટી જોવા મળે છે. જેમાં દીવડા આકારની લાઇટો, લાકડાની ફ્રેમમાં ફિટ કરવામાં આવેલી લાઇટો. દેશી ફાનસ આકારની લાઇટ, સ્વસ્તિક, ફૂલડા આકારની લાઇટો, ઝુમરવાળી લાઇટો, દેશી લાઇટોના તોરણ સહિતની નવી વેરાઇટોઓ આ વર્ષ જોવા મળી રહી છે.
Read full article on Divya Bhaskar