crime
આનંદનગર દુષ્કર્મનો આરોપી જેલ ભેગો થશે:અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે રીમાન્ડ નકાર્યા, 10 વર્ષ સુધીની કેદની નવી કલમ ઉમેરાશે, બે હાથ જોડી ગુમસુમ બેસી રહ્યો આરોપી
આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડને 05 દિવસના રીમાન્ડની માંગ સાથે પોલીસે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે કોર્ટે આરોપીના રીમાન્ડ નકારી નાખ્યા છે. ત્યારે હવે આરોપીને જેલ ભેગો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આરોપી સામે BNS 308(5) ની કલમ પોલીસ દ્વારા ઉમેરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખી છે. આ કલમ મુજબ જો કોઈ વ્યક્તિ મૃત્યુ અથવા ગંભીર ઈજા થવાના ભયમાં મૂકીને ખંડણી અથવા જબરન વસૂલી કરે છે, તો તેને 10 વર્ષ સુધીની કેદ અને દંડની સજા બંને થઈ શકે છે. આરોપી ભોગ બનનાર પીડીતાનો મોબાઈલ ઝૂંટવીને ભાગ્યો હતો. પોલીસે રીમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે ગુનાની ગંભીરતા અને ગુનાના પ્રકારને જોઈને આરોપીની હાજરી જરૂરી છે. આરોપીએ દુષ્કર્મ જેવો ગુન્હો આચરેલો હોવાથી પહેલાથી કાવતરું રચ્યું છે કે નહીં તે અંગે તપાસ કરવાની છે. ગંભીર ગુનો આચરવા કોઈ વ્યક્તિની આર્થિક મદદ કરવામાં આવેલી છે કે નહીં તે અંગે તપાસ જરૂરી છે. મોબાઈલ ફોનના કોલ ડેટા રેકોર્ડ મેળવવા આરોપીને પોલીસ કસ્ટડીની જરૂરિયાત છે. અન્ય કોઈ આરોપીની સાથે રહીને ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવાની છે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન આરોપી સતત હાથ જોડીને જે બેઠો હતો. હવે પોલીસ ઉપર હુમલાના કેસમાં આરોપીને જેલમાંથી રીમાન્ડ અર્થે આગામી સમયમાં કોર્ટમાં રજૂ કરાઈ શકે તેવી શક્યતાઓ છે.
Read full article on Divya Bhaskar