Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

📰 Abp News 🕐 1 min read 📅 August 15, 2026 👁 3 views
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

જો તમે શેરબજારના જોખમોથી બચીને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તમારા માટે હંમેશાં એક શ્રેષ્ઠ અને લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત 10 લાખ રૂપિયા જેવા મોટા રોકાણની હોય, ત્યારે યોગ્ય બેંકની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આપણે મોટાભાગે એવું માનતા હોઈએ છીએ કે મોટી બેંકો જ સુરક્ષિત છે અને સારું વળતર આપે છે, પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે. હાલમાં કેટલીક નાની ફાઇનાન્સ બેંકો (Small Finance Banks) મોટી ખાનગી અને સરકારી ક્ષેત્રની બેંકો કરતા પણ ઘણું વધારે વ્યાજ ઓફર કરી રહી છે.

ઓગસ્ટ 2026 ના નવા આંકડાઓ પર નજર કરીએ તો, કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકો FD પર વાર્ષિક 8.10% સુધીનું તગડું વ્યાજ આપી રહી છે. તેથી, જો તમારી પાસે 10 લાખ રૂપિયાનું ભંડોળ છે અને તમે FD કરવાનું વિચારી રહ્યા છો, તો કોઈપણ બેંક પસંદ કરતા પહેલા અલગ-અલગ બેંકોના વ્યાજદરોની સરખામણી કરવી ખૂબ જ સમજદારીભર્યું પગલું છે.

10 લાખ રૂપિયા પર 1 વર્ષમાં ક્યાં કેટલું મળશે વળતર?

ચાલો જોઈએ કે કઈ બેંક કેટલો મહત્તમ વ્યાજદર આપે છે અને જો તમે 10 લાખ રૂપિયા 1 વર્ષ માટે રોકો છો, તો સાદા વ્યાજ (Simple Interest) મુજબ તમને અંદાજિત કેટલું વળતર મળશે:

બેંકનું નામ મહત્તમ વ્યાજ દર 10 લાખ પર 1 વર્ષનું સાદું વ્યાજ સૂર્યોદય SF બેંક 8.10% રૂ. 81,000 ઉત્કર્ષ SF બેંક 8.10% રૂ. 81,000 શિવાલિક SF બેંક 8.00% રૂ. 80,000 જન SF બેંક 8.00% રૂ. 80,000 ઇક્વિટાસ SF બેંક 8.00% રૂ. 80,000 ઉજ્જીવન SF બેંક 7.80% રૂ. 78,000 સ્લાઇસ SF બેંક 7.75% રૂ. 77,500 DCB બેંક 7.50% રૂ. 75,000 બંધન બેંક 7.45% રૂ. 74,500 IDFC ફર્સ્ટ બેંક 7.25% રૂ. 72,500 HDFC બેંક 6.50% રૂ. 65,000

(નોંધ: ઉપર દર્શાવેલ વ્યાજદરો સામાન્ય નાગરિકો માટેના મહત્તમ દરો છે. વરિષ્ઠ નાગરિકોને આના કરતા વધુ વ્યાજ મળી શકે છે.)

આ પણ વાંચોઃ SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

માત્ર 8.10% ની આકર્ષક જાહેરાત જોઈને સીધી FD ન કરાવી લો!

આ એક અત્યંત મહત્વની બાબત છે જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. જો તમને કોઈ બેંકની જાહેરાતમાં 8.10% વ્યાજદર દેખાય, તો તરત જ ત્યાં FD ન કરાવી લેવી. 8.10% એ બેંકનો મહત્તમ (Maximum) વ્યાજદર હોય છે, જે કોઈ ચોક્કસ સમયગાળા (Tenure) માટે જ લાગુ પડતો હોય છે. તે જરૂરી નથી કે તમે 1 વર્ષ માટે FD કરો તો પણ તમને એટલો જ દર મળે.

ઉદાહરણ તરીકે, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 8.10% નું મહત્તમ વ્યાજ આપે છે, પરંતુ આ દર 30 મહિનાની મુદતવાળી FD માટે જ છે. જો તમે એ જ બેંકમાં 1 વર્ષ માટે FD કરાવશો, તો તમને 7.25% ના દરે જ વ્યાજ મળશે.

તેથી, કોઈપણ બેંકમાં FD કરાવતા પહેલા માત્ર 'હેડલાઇન રેટ' કે આકર્ષક આંકડાઓ જોવાને બદલે, તમે જેટલા સમય (મહિના કે વર્ષ) માટે તમારા પૈસા જમા કરાવવા માંગો છો, તે ચોક્કસ સમયગાળા માટે બેંકનો વાસ્તવિક વ્યાજદર શું છે તે અચૂક તપાસી લો.

આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan