crime
મહીસાગરમાં નાયબ કલેક્ટરના ચેકિંગમાં પર્દાફાશ:100ના સ્ટેમ્પના 110 વસૂલતા 2 ઈ- સ્ટેમ્પિંગ કેન્દ્રોના સંચાલકો ઝડપાયા
મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ વેચાણમાં ચાલતી ઉઘાડી લૂંટ અને કાળાબજારી પર વિજિલન્સ મોડમાં આવેલી તંત્રની ટીમે મોટો પર્દાફાશ કર્યો છે. નાગરિકોને સરકારી નિયત ભાવે જ ઈ-સ્ટેમ્પ મળી રહે અને સંચાલકો એક પણ રૂપિયો વધારાનો ન ઉઘરાવે તે સુનિશ્ચિત કરવા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં બાલાસિનોર અને વડગામના ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રના સંચાલકો ગ્રાહકો પાસેથી વધુ નાણાં વસૂલતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. નાયબ કલેક્ટરે રૂબરૂ સ્થળ પર પહોંચી રજિસ્ટર અને ઓનલાઈન સ્ટોકની ઝીણવટભરી તપાસ કરતાં ચોંકાવનારી ક્ષતિઓ બહાર આવી હતી. જેમાં બાલાસિનોર કેન્દ્ર ખાતે ઓનલાઇન રેકોર્ડ પર 142 સ્ટેમ્પ બોલતા હતા. જ્યારે ભૌતિક ગણતરીમાં માત્ર 140 જ મળી આવ્યા હતા. તથા ગ્રાહકો પાસે ફરજિયાત ફોર્મ નં.3 ન ભરાવવું, રજિસ્ટર ન નિભાવવું અને ગ્રાહકના મોબાઈલ નંબરની નોંધણી જ ના કરવી જેવી ગંભીર બાબતો સામે આવી હતી. વડગામ ખાતે ઓનલાઇન સિસ્ટમમાં 66 સ્ટેમ્પનો સ્ટોક દર્શાવતો હતો. પરંતુ સ્થળ પર તપાસ કરતાં માત્ર 53 સ્ટેમ્પ જ હાજર મળ્યા હતા. આ 13 સ્ટેમ્પની ઘટ અંગે સંચાલક કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો. જેથી ગુજરાત સ્ટેમ્પ રૂલ્સ-2014 ના નિયમ-37 હેઠળ બંને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે. નાયબ કલેક્ટરે ચેતવણી આપતા જણાવ્યું છે કે, જિલ્લાના તમામ 59 ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો પર હવે સતત ગુપ્ત નજર રાખવામાં આવશે અને અચાનક સ્ટોક વેરિફિકેશન તથા સ્ટિંગ ઓપરેશન ચાલુ રહેશે. ડમી ગ્રાહકો સામે સંચાલકો ફસાયા બાલાસિનોર, સંતરામપુર અને પૂરકડાણા સહિતનાવિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી નાયબ મામલતદાર અનેકર્મીઓની સરપ્રાઈઝ ટીમ ડમી ગ્રાહક બનીને 100રૂપિયાનો સ્ટેમ્પ ખરીદવા પહોંચી હતી. બાલાસિનોરખાતેના ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રના સંચાલક અબ્દુલરશીદકાસમભાઈ શેખ અને ખાનપુર તાલુકાના વડગામ ખાતેઆવેલ કેન્દ્રના સંચાલક અલ્પેશકુમાર મુળજીભાઈ પટેલરૂ.100ના સ્ટેમ્પના બદલામાં રૂ.110 વસૂલતા કેમેરાઅને ટીમ સામે આબાદ પકડાઈ ગયા હતા.
Read full article on Divya Bhaskar