education
ભરૂચના 10/3 પશ્ચિમ સેઝમાં ‘આંગણ ઉત્સવ’ ઉજવાયો:બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક, મનોરંજક પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન
ભરૂચના 10/3 પશ્ચિમ સેઝમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં 'આંગણ ઉત્સવ' ઉજવાયો. બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. "બાળકોના હાસ્યથી આંગણું બને ખુશહાલ" સૂત્ર સાથે બાળકો માટે શૈક્ષણિક, મનોરંજક પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કરાયું. ઉત્સવ દરમિયાન વાલીઓને બાળકોના ઉછેર, પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન અપાયું. આ પ્રસંગે રેશ્મા પરમાર, જિલ્લા આઈ.ટી. સેલ ઇન્ચાર્જ ફેનિલ સુથાર, બક્ષીપંચ મોરચાના મંત્રી નીતિન મિસ્ત્રી અને વોર્ડ કાઉન્સિલર રોહિણી સારંગ હાજર રહ્યા. મોટી સંખ્યામાં વાલીઓ અને આંગણવાડી પરિવાર પણ ઉપસ્થિત હતો. સામાજિક જવાબદારીના ભાગરૂપે અંબાજી ગ્રુપ દ્વારા આંગણવાડીના બાળકોને ખુરશીઓ, પીવાના પાણી માટે કુલર અને પેન્સિલ-રબરના સેટ ભેટ અપાયા. દાતાઓ અને મહાનુભાવોના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો.
Read full article on Divya Bhaskar