crime
ઉકાઈમાં 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી:રસ્તામાં જ સગર્ભાની કરાવવામાં આવી સફળ પ્રસૂતિ
તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. કુઈલીવેલ 108 ટીમે રસ્તામાં જ એક સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. બંનેની તબિયત હાલ સ્વસ્થ છે.સાગબારા તાલુકાના દાબકા ગામની એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. કુઈલીવેલ 108 એમ્બ્યુલન્સના EMT ફાલ્ગુનીબેન વસાવા અને પાયલોટ પ્રયાગભાઈ વસાવા દર્દીને લઈને હોસ્પિટલ જવા રવાના થયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં મહિલાની પ્રસૂતિની પીડા અતિશય વધી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને 108 ટીમે હેડક્વાર્ટરના ERCP ડૉ. પરમારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંનેની તબિયત સામાન્ય જણાતા તેમને વધુ સારવાર માટે સાગબારા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. 108 ટીમની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીને અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી, જ્યારે પરિવારજનોએ પણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar