Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

108ની ટીમ બની દેવદૂત:ભટાર બ્રિજ નીચે એમ્બ્યુલન્સની હેડલાઇટના અજવાળે મહિલાની સફળ પ્રસૂતિ, માતા અને નવજાત બાળકી સ્વસ્થ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 4 views
108ની ટીમ બની દેવદૂત:ભટાર બ્રિજ નીચે એમ્બ્યુલન્સની હેડલાઇટના અજવાળે મહિલાની સફળ પ્રસૂતિ, માતા અને નવજાત બાળકી સ્વસ્થ
સુરત શહેરમાં ઈમરજન્સી 108 સેવાની ટીમે ફરી એકવાર અદભુત સમયસૂચકતા અને ફરજનિષ્ઠા દાખવીને માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે. ભટાર ચાર રસ્તા ફ્લાયઓવર બ્રિજ નીચે રહેતા એક શ્રમિક પરિવારની સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડ્યા બાદ, હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાથી 108ની ટીમે બ્રિજ નીચે જ એમ્બ્યુલન્સની હેડલાઇટના પ્રકાશમાં સફળ પ્રસૂતિ કરાવી હતી. બિહારનો શ્રમિક પરિવાર બ્રિજ નીચે વસવાટ કરે છે મૂળ બિહારના વતની સુબોધ શર્મા સુરતમાં કેટરિંગ કામમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને હાલ ભટાર ચાર રસ્તા બ્રિજ નીચે રહે છે. તેમની 30 વર્ષીય પત્ની ગાયત્રીબેન ગર્ભવતી હતી. દરમિયાન મોડી રાત્રે ગાયત્રીબેનને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા શરૂ થતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલ લઈ જવાનો સમય ન હોવાથી સ્થળ પર જ ડિલિવરીનો નિર્ણય કોલ મળતાની સાથે જ નવજીવન લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT ધર્મિષ્ઠાબેન નિનામા અને પાયલોટ કરણભાઈ આહિર ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા હતા. દર્દીની તપાસ કરતાં બાળકનો અડધો ભાગ બહાર આવી ચૂક્યો હોવાનું જણાયું હતું. મહિલાની નાજુક સ્થિતિ જોતાં તેને હોસ્પિટલ સુધી લઈ જવી જોખમી હોવાથી ટીમે સ્થળ પર જ ડિલિવરી કરાવવાનો ત્વરિત નિર્ણય લીધો હતો. અંધારું હોવાથી એમ્બ્યુલન્સની લાઇટના સહારે પ્રસૂતિ કરાવાઈ બ્રિજ નીચે રાત્રિના સમયે પૂરતો પ્રકાશ ન હોવાથી પાયલોટ કરણભાઈએ એમ્બ્યુલન્સની હેડલાઇટ ચાલુ રાખી પ્રસૂતિ સ્થળે પૂરતો પ્રકાશ કર્યો હતો. બીજી તરફ, EMT ધર્મિષ્ઠાબેને ERCP મારફતે ઓન-કોલ તબીબનું માર્ગદર્શન મેળવી ગાયત્રીબેનની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ 1.800 કિલોગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકી બંનેને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. 108ની ટીમની આ સમયસૂચકતા અને સરાહનીય કામગીરી બદલ પરિવારે તેમનો આભાર માન્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan