business
વેરાવળમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ કામગીરી:10 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ઘણા વિસ્તારોમાં વીજળી બંધ રહેશે
વેરાવળ શહેરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી 10 સપ્ટેમ્બર 2026, ગુરુવારે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલશે. PGVCL ની વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા વિદ્યુત નગર ફીડરમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે 60 ફૂટ રોડ, 66kV પાછળનો એરિયા, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર -2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો એરિયા, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક સાઈધામ સોસાયટી અને ગોકુલ ધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમારકામ પૂરું થયા પછી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.
Read full article on Divya Bhaskar