Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સુરત પાટીદાર સમાજ 'સમાધાન પંચ'થી છૂટાછેડા-મિલકત વિવાદનો ઉકેલ લાવશે:પ્રમુખ તરીકે જગદીશ ખૂંટની નિયુક્તિ, 11 સભ્યોની કમિટી રચવામાં આવશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
સુરત પાટીદાર સમાજ 'સમાધાન પંચ'થી છૂટાછેડા-મિલકત વિવાદનો ઉકેલ લાવશે:પ્રમુખ તરીકે જગદીશ ખૂંટની નિયુક્તિ, 11 સભ્યોની કમિટી રચવામાં આવશે
સુરતમાં વસતા લાખો પાટીદાર પરિવારોમાં બદલાતી જીવનશૈલીના કારણે વધી રહેલા છૂટાછેડાના કેસો અને કરોડો રૂપિયાના વેપાર-ધંધા વચ્ચે ભાઈઓ વચ્ચે સર્જાતા મિલકતના વિવાદોને કોર્ટના પગથિયાં ચડતાં અટકાવવા માટે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી. પરિવારોને લાંબી તેમજ ખર્ચાળ કાનૂની લડાઈમાંથી મુક્તિ અપાવવા અને સમય-નાણાંનો વ્યય રોકવા માટે સંસ્થા દ્વારા સત્તાવાર રીતે ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવી. આ સમાધાન પંચના પ્રમુખ તરીકે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી સમયમાં 11 અગ્રણીઓની એક કમિટીની રચના કરવામાં આવશે. કમિટી બંને પક્ષોને આમને-સામને બેસાડી ઉકેલ લાવશે આ પંચમાં સામાજિક અગ્રણી મથુર સવાણી અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટા સહિત 11 મોભીઓની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. પંચ સમક્ષ જ્યારે પણ કોઈ પક્ષકાર રજૂઆત કરશે, ત્યારે આ કમિટી બંને પક્ષોને રૂબરૂ બોલાવી, સામસામે બેસાડીને પરસ્પર સંમતિથી સુમેળભર્યો ઉકેલ લાવશે. નજીવા મનદુઃખ કે વ્યાવસાયિક ખેંચતાણમાં પરિવારો કોર્ટ-કચેરીના ચક્કરમાં પાયમાલ ન થાય અને તેમને ઘરઆંગણે જ સામાજિક સધિયારો મળે તે આ પંચનો મુખ્ય આશય છે. મથુરભાઈ સવાણીના વિચાર બાદ પંચની રચના સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટાએ જણાવ્યું હતું કે, હાલ સમાજમાં છૂટાછેડા તેમજ ભાઈ-ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી સંબંધિત વિવાદો જેવા અનેક પારિવારિક અને સામાજિક પ્રશ્નો ઊભા થતા હોય છે. લોકો આવા પ્રશ્નોના નિરાકરણ માટે સામાન્ય રીતે સમાજના આગેવાનો કે સગા-સંબંધીઓ પાસે જતા હોય છે. આ બાબતને ધ્યાને રાખીને તેમણે તથા મથુરભાઈએ સમસ્ત પાટીદાર સમાજ માટે એક સત્તાવાર 'પંચ' બનાવવાનો વિચાર કર્યો, જેથી સામાજિક સ્તરે જ યોગ્ય નિરાકરણ લાવી શકાય. સુમેળભર્યો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે આ પંચમાં 11 સભ્યોની નિમણૂક કરવામાં આવશે, જેના અધ્યક્ષ તરીકે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટની નિમણૂક કરવામાં આવી છે. સમાજના કોઈપણ પક્ષકારો જ્યારે પોતાના પ્રશ્નો લઈને પંચ સમક્ષ આવશે, ત્યારે પંચ બંને પક્ષોની રજૂઆત સાંભળીને સુમેળભર્યો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. આ પહેલનો મુખ્ય હેતુ કોર્ટ-કચેરીના કેસોમાં થતો સમયનો બગાડ અને આર્થિક ખર્ચ અટકાવીને લોકોને ઝડપી ન્યાય અપાવવાનો છે. આગામી સમયમાં દરેક જિલ્લા વાઈઝ પણ ટીમો બનાવાશે પંચની કામગીરી અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, વિવાદિત બંને પક્ષોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. ખાસ કરીને છૂટાછેડાના કિસ્સામાં પ્રથમ પ્રાથમિકતા સંસાર તૂટતો બચે અને સમાધાન થાય તે માટે સમજાવવાના પ્રયાસો કરવાની રહેશે. જો કોઈ રીતે સાથે રહેવું શક્ય ન હોય તો જ આગળ છૂટાછેડાનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ પંચ સુરતને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે અને જો તેમાં સફળતા મળશે તો આગામી સમયમાં દરેક જિલ્લા વાઈઝ પણ આવી ટીમો ગોઠવવામાં આવશે. પોતાના સમાજમાં જ લગ્ન કરવા પ્રયાસો કરાશે પ્રેમલગ્નના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે વર્તમાન સમય બદલાયો છે એટલે પ્રેમલગ્નને સંપૂર્ણપણે રોકવું શક્ય નથી. તેમ છતાં, સમાજમાં એવી જાગૃતિ લાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે કે જેથી યુવક-યુવતીઓ પોતાના સમાજમાં જ લગ્ન કરે અને પરિવાર તથા સમાજ વચ્ચે કોઈ કડવાશ કે મુશ્કેલી ઊભી ન થાય. પાટીદાર સમાજના નેતૃત્વ હેઠળ પંચ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવશે- જગદીશ ખૂંટ પાટીદાર સમાધાન પંચના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું કે, સુરત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમાજના નાના-મોટા પ્રશ્નો અને વિવાદોના ઉકેલ માટે 'સમાધાન પંચ'ની રચના કરવામાં આવી છે. આ પંચની રચના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સ્તરે જ લોકોની સમસ્યાઓનો સુખદ અને શાંતિપૂર્ણ રીતે નિકાલ લાવવાનો છે. સમાધાન પંચથી થનારા લાભો અંગે વાત કરતા તેઓ જણાવે છે કે આ વ્યવસ્થાથી લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે અને ખોટા આર્થિક ખર્ચ તથા માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. સમાજ પર વિશ્વાસ રાખીને લોકો સામાજિક મધ્યસ્થતા દ્વારા જ સમસ્યાઓ ઉકેલે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વધુને વધુ લોકો આ પંચનો લાભ લેશે અને વિવાદોનો સુખદ અંત આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan