crime
ગણેશ ગોંડલ સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર, જૂનાગઢ કોર્ટનો અપહરણ અને એટ્રોસિટી કેસમાં મોટો ચુકાદો
જૂનાગઢ: ચકચારી દેવાંગ સોલંકી અપહરણ અને અત્યાચાર કેસમાં મોટો વળાંક આવ્યો છે. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ (જાડેજા) સહિત 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 30 મે 2025ના રોજ દાતાર રોડ પરથી દેવાંગનું અપહરણ કરી ગોંડલ લઈ જવાયા બાદ માર મારવાના આરોપસર ગુનો નોંધાયો હતો. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન થતાં કોર્ટે તમામને મુક્ત કર્યા.
Read full article on Gujaratsamachar