Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

એસપી અને ડભોઇ પોલીસના ડેવલપર્સ સાથે સંકલન બાદ ઉકેલ આવ્યો:ડભોઇના પલાસવાડા ગામ ખાતેના ‘મીમ-સિટી’ પ્રોજેક્ટના 11 અરજદારોને 7 વર્ષ બાદ દસ્તાવેજ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 6, 2026 👁 1 views
એસપી અને ડભોઇ પોલીસના ડેવલપર્સ સાથે સંકલન બાદ ઉકેલ આવ્યો:ડભોઇના પલાસવાડા ગામ ખાતેના ‘મીમ-સિટી’ પ્રોજેક્ટના 11 અરજદારોને 7 વર્ષ બાદ દસ્તાવેજ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પલાસવાડા ખાતે આવેલા ‘મીમ-સિટી’ પ્રોજેક્ટમાં જમીન માલિક અને ડેવલપર્સ વચ્ચેના વિવાદના કારણે 11 જેટલા અરજદારો છેલ્લા 7 વર્ષથી મુશ્કેલીમાં મુકાયા હતા. અરજદારોએ મકાન બુક કરાવીને નક્કી કરેલી સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હોવા છતાં તેઓને મકાનના દસ્તાવેજ કરી આપવામાં આવતા નહોતા. આ મામલે અરજદારે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને રૂબરૂ મળી આપવીતી જણાવતા, પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આઇજી સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ ડભોઇ પોલીસ અને ડીવાયએસપીએ ડેવલપર્સ તથા માલિક સાથે સંકલન સાધીને સફળતાપૂર્વક ઉકેલ લાવ્યો હતો. ગુજરાત સરકારના ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કુલ 11 ભોગ બનનાર અરજદારોને રૂ. 3,30,00,000/- ની કિંમતના દસ્તાવેજ સોંપી તેમના સપનાનું ઘર આપવામાં આવ્યું હતું. દસ્તાવેજ મેળવનાર અરજદારોનાં નામ 1) મુમતાજબાનુ રફીકભાઈ વ્હોરાવાઘોડિયા,વડોદરા , 2) ઇમરાનખાન મહોયુદ્દીન અંસારી કારેલીબાગ,વડોદરા, 3)નિસાર અહેમદ બારમારે તથા નાઝનીન બારમારે ધારાવી, મુંબઈ, 4) સમીર મેહદી દિલાવરભાઈ બાન્ડવાલા તાઇવાડા,વડોદરા, 5) પહેલવાન હસના નાદેઅલી આજવા રોડ, વડોદરા, 6) રૂકશાન દિલાવર શેખ, પ્રતાપનગર, વડોદરા, 7) વાસીફખાન અનીસુલ હસન પઠાણ ગોરવા,વડોદરા, 8) મુરશીદ ઇરફાન સિદ્દીકી, આજવા રોડ, વડોદરા, 9)તનઝીલા અલીઅસગર ભાઇસાહેબ, આજવા રોડ, વડોદરા, 10)સરસણવાલા બુરહાન હુસેનઆજવા રોડ, વડોદરા, 11)મોહંમદ હમીદુલ્લાહ મોહંમદ વલીઉલ્લાહ.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan