Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

112માં ગુજરાત પોલીસની ‘સ્પીડ’ વધશે:500 નવા જનરક્ષક વાહનો સાથે હવે 1000 PCR વાન 24 કલાક દોડશે, 27 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હવે 10.49 મિનિટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 3 views
112માં ગુજરાત પોલીસની ‘સ્પીડ’ વધશે:500 નવા જનરક્ષક વાહનો સાથે હવે 1000 PCR વાન 24 કલાક દોડશે, 27 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હવે 10.49 મિનિટ
ગુજરાતમાં ઇમરજન્સી સમયે પોલીસની મદદ વધુ ઝડપથી પહોંચે તે માટે 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 25 ઓગસ્ટે નવા સચિવાલય ખાતેથી ગુજરાત પોલીસને વધુ 500 અત્યાધુનિક જનરક્ષક વાહનો ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં 24 કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે કુલ 1000 જનરક્ષક વાહનો ઉપલબ્ધ થશે. 27 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હવે 10.49 મિનિટ જનરક્ષક સેવા શરૂ થયાના માત્ર 11 મહિનામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે, જ્યારે 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી કેસમાં તાત્કાલિક સેવા આપવામાં આવી છે. 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થયો છે. બોર્ડર નહીં, નજીકનું PCR ઘટનાસ્થળે પહોંચશે નવી SOP મુજબ હવે પોલીસ સ્ટેશન કે અન્ય સીમાઓને બદલે ઘટના સ્થળની સૌથી નજીક ઉપલબ્ધ PCR વાનને તાત્કાલિક રવાના કરવામાં આવશે. એટલે કોઈ બનાવ એક પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય પરંતુ નજીકની વાન બીજી હદમાં હોય તો પણ સૌથી નજીકનું જનરક્ષક વાહન ઘટનાસ્થળે પહોંચશે. 112માં અનેક ઇમરજન્સી સેવાઓ એક પ્લેટફોર્મ પર ડાયલ 112 હેઠળ પોલીસ 100, એમ્બ્યુલન્સ 108, ફાયર 101, મહિલા હેલ્પલાઇન 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 સહિત વિવિધ ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. હવે ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ 112નું પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. નવા વાહનોમાં ટેક્નોલોજીથી લઈને સુરક્ષા સાધનો નવા જનરક્ષક PCR વાહનો AC, સેફ્ટી ગ્રીલ અને પ્રોટેક્ટિવ સ્ટ્રક્ચરથી સજ્જ હશે. તેમાં Mobile Data Terminal (MDT), GPS ટ્રેકિંગ, ઇમરજન્સી લાઇટ બાર-સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ફાયર એક્સટિંગ્યુશર, ફર્સ્ટ-એઇડ કીટ અને સર્ચ લાઇટ હશે. પોલીસ કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરા, ડેશ કેમ, હેલ્મેટ અને પ્રોટેક્ટિવ ગિયર પણ ઉપલબ્ધ રહેશે. દરેક જનરક્ષક વાહનમાં 24 કલાકની ફરજ માટે 1 ASI/હેડ કોન્સ્ટેબલ, 2 કોન્સ્ટેબલ અને 1 ડ્રાઇવર તૈનાત રહેશે. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીથી ઇમરજન્સી કોલ બાદ પોલીસની પહોંચનો સમય વધુ ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan