top
ધરમપુર કોલેજ મારામારી કેસ:12 આરોપીના 6 દિવસના રિમાન્ડ, વોન્ટેડને પકડવા પોલીસે કાર્યવાહી તેજ કરી
ધરમપુરની વનરાજ કોલેજમાં થયેલી મારામારી અને જૂથ અથડામણની ઘટના બાદ ધરમપુર પોલીસ અને વલસાડ એલસીબીની ટીમે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ 12 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે કોર્ટે આરોપીઓના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત રેન્જ આઇજી પ્રેમવીરસિંહ, વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડૉ. સંદીપ ટી.ની સૂચના મુજબ ધરમપુર પીઆઇ એન.ઝેડ. ભોયા અને એલસીબી પીઆઇ બી.એલ. ઝાલાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મેડિકલ ઓફિસર પાસેથી ઇજાગ્રસ્ત સાક્ષીઓના સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા હતા. જેમાં બે સાક્ષીઓને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. આથી, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 109(1) અને 117(2) નો ગુનામાં ઉમેરો કરવા માટે ધરમપુર કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે આ કલમો ઉમેરવાની મંજૂરી આપી છે. હાલ ધરમપુર પોલીસ દ્વારા રિમાન્ડ મેળવેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ આ કેસમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar