top
નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતી ગુમ:ક્રેટાની ટેસ્ટ ડ્રાઈવમાં મર્સિડીઝને ટક્કર મારી, આપ કાર્યકરોએ મેયરના ઘરની બહાર કચરાંનો ખડકલો કર્યો, અમદાવાદમાંથી ઝડપાઈ બીપીની નકલી દવા
નેપાળ જળપ્રલયમાં 12 ગુજરાતી ગુમ નેપાળમાં આવેલા ભયાનક જળ પ્રલયમાં ગુજરાતથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 લોકો ગુમ. ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરાયું.. પરિવારોમાં ભારે ચિંતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કર્યું.. ધોળકિયા ફાઉન્ડેશને 4 કરોડથી વધુના ખર્ચે તળાવનું નિર્માણ કર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફિશ માર્કેટને પીએમનું નામ આપ્યાના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી સુરતમાં ફિશ માર્કેટને પીએમ મોદીનું નામ આપવા મુદ્દે હવે ઓવૈસીનું નિવેદન.. કહ્યું કે માછલી ખાવાની ના પાડે, પણ માર્કેટને નામ નરેન્દ્ર મોદીનું આપે. તો સાથે જ ઓવૈસીએ રમઝાનમાં દારુની દુકાનો બંધ કરાવવા માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેયરના ઘરની બહાર કચરાનો ઢગલો કરી વિરોધ સુરતમાં 'આપ'નો અનોખો વિરોધ.. રોષે ભરાયેલા કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટફિક્સ કચરાના ઢગલા કર્યા.. પ્રશ્નો ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એશિયન ગેમ્સમાં જોવા મળશે ગુજરાતનો દમ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં જોવા મળશે ગુજરાતનો દમ.. ટેબલ ટેનિસની મેન્સ ટીમના 5માંથી 3 ખેલાડી ગુજરાતના.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રેટાની ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન મર્સિડીઝને ટક્કર મારી સુરતના સરથાણામાં સિંગરે ક્રેટાની ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન મર્સિડીઝને ટક્કર મારી.. ટક્કરમાં મર્સિડીઝના બોનેટને નુકસાન થયું જ્યારે મહિલાને મોઢા અને હાથ પર ઈજા પહોંચી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 77 વર્ષીય વૃદ્ધાની સાયકો કિલરે રેપ કરી હત્યા કરી હતી રાજકોટમાં આજીડેમ પાસેથી મળેલી 77 વર્ષીય વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો. રિક્ષાચાલકે રેપ કરી વૃદ્ધાની હત્યા કરી હતી.. આરોપી 4 હત્યા કરી ચૂક્યો છે..બાળકીના દુષ્કર્મ અને હત્યામાં ફાંસીની સજા મળી હતી. પણ ત્રણ મહિના પહેલા હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રાઈમ બ્રાન્ચે બીપીની નકલી દવાનો જથ્થો ઝડપ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની નકલી દવાનો જથ્થો ઝડપ્યો.. લખનઉની ફેક્ટરીમાંથી આવેલી 1200 ટેબલેટ જપ્ત કરાઈ. 4 મહિનામાં 15 હજાર નકલી ગોળીઓ અનેક લોકો ગળી ગયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા મુસાફરો રઝળ્યા પોરબંદરમાં રેલવે પુલ પર ટ્રેકમાં ઊંટ ફસાતા 2 ટ્રેન રદ અને 4 લેઇટ થઈ.. 4 કલાકે દોરડા-પટ્ટા બાંધી JCBથી ઊંચકી ઉંટનું રેસ્ક્યુ કરાયું.. જો કે આ ઘટનાને કારણે હજારો મુસાફરો રઝળી પડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ નીનોની અસરથી કેટલાક ભાગોમાં દુષ્કાળની સ્થિતિ ચોમાસાની વિદાયને આડે માંડ 20-25 દિવસ જ બાકી છતાં અલ નીનોની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ.. હવે સપ્ટેમ્બરમાં વરસાદની આશા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar