Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શિતા જાળવવા હેતુ:એચટાટ શિક્ષકોની બદલીનો કેમ્પ, 13માંથી 11 હાજર રહ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શિતા જાળવવા હેતુ:એચટાટ શિક્ષકોની બદલીનો કેમ્પ, 13માંથી 11 હાજર રહ્યા
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વહીવટી અને શૈક્ષણિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી માટેના વિશેષ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પારદર્શિતા જાળવવાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. આ બદલી કેમ્પ હિંમતનગર તાલુકાના કાંકણોલ સ્થિત બી.આર.સી. ભવન ખાતે યોજાઈ રહ્યો છે. ગઈકાલે યોજાયેલા કેમ્પમાં એચટાટ શિક્ષકો માટેની બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પ માટે કુલ 13 શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 11 શિક્ષકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. 11 શિક્ષકોમાંથી 6 શિક્ષકોએ બદલી માટે પોતાની સંમતિ દર્શાવી હતી, જ્યારે બાકીના 5 શિક્ષકોએ અસંમતિ દર્શાવી હતી. ગઈકાલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આજે પણ કાંકણોલ સ્થિત બી.આર.સી. ભવન ખાતે જ બદલી કેમ્પ યોજાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan