top
ખેડૂતોને પ્રતિમણ રૂ.1400થી 1850 સુધીના ભાવ મળ્યો:દિયોદર માર્કેટયાર્ડમાં દૈનિક 20થી 25 હજાર બોરીની આવક થતાં ઊભરાયું
દિયોદર માર્કેટયાર્ડમાં છેલ્લા 15 દિવસથી મગફળીની મબલખ આવક થઈ રહી છે. હાલમાં યાર્ડમાં દરરોજ સરેરાશ 20થી 25 હજાર બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે. મગફળીની ભારે આવકના પગલે સમગ્ર માર્કેટ યાર્ડ જણસ અને ટ્રેક્ટર-ટ્રોલીઓથી ઉભરાઈ ગયું છે. બીજી તરફ મગફળીના પ્રતિમણ રૂ.1400થી 1850 સુધીના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સારા ભાવ અને પૂરતી આવકને પગલે દિયોદર પંથકના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે.
Read full article on Divya Bhaskar