crime
15-15 દિવસના ધક્કાથી રોષ:બે કચેરીઓ વચ્ચે પીસાઈ રહ્યા છે અરજદારો જન્મ-મરણના 1495 દાખલા મંજૂરીની રાહમાં
પાટણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી વચ્ચે યોગ્ય સંકલનના અભાવે અરજદારોને એક કચેરીએથી બીજી કચેરીએ ધક્કા ખાવાની નોબત આવી છે. તંત્રની ઘોર બેદરકારી વચ્ચે હાલ જન્મ-મરણના દાખલાની મોકલાયેલી 1495 જેટલી અરજીઓ જિલ્લા પંચાયત ખાતે એપ્રૂવલ વગર પેન્ડિંગ પડી રહેતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.આ સમસ્યાનો હલ કરવા માંગ ઉઠી છે. પાટણ તાલુકાના બોરસણ ગામના અરજદાર રાજુભાઈ મોતીભાઈ દેસાઈ સહિત અનેક લોકો પોતાના રોજગાર-ધંધા છોડીને દાખલા લેવા પાટણ સુધી આવે છે, પરંતુ કચેરીએ પહોંચતા જ નિરાશા સાંપડે છે. આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા ભાવેશ નામના કર્મચારી દ્વારા અરજદારોને ‘અરજી આપીને જાઓ, હવે 15 દિવસે આવજો’ તેવા બહાના બતાવી રવાના કરી દેવાતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. નોંધનીય છે કે શાળા પ્રવેશ, સરકારી યોજનાઓ અને વારસાઈ પ્રક્રિયા માટે અત્યંત જરૂરી એવા આ દાખલા સમયસર ન મળતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને સમય અને નાણાંનો મોટો બગાડ સહન કરવો પડી રહ્યો છે. આથી રોષ ફેલાયો છે.આ સમસ્યાનો હલ કરવા માંગ છે. સર્વર સ્લો પડી જાય છે,રોજની 40 અરજી એપ્રુવલ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે તાલુકા કક્ષાએ ટીડીઓ એપ્રુવલના પાવર આપ્યા છે.પણ સીટી લેવલના પાટણ,સિધ્ધપુર,ચાણસ્મા,રાધનપુર અને હારિજની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારીની પાવર છે પણ અત્યારે 3200 અરજી જિલ્લાની પેન્ડિંગ છે તેનું કારણ એક અરજી ચોકસાઈ પૂર્વક ચેક કરીને એપ્રુવલ કરવાની હોય છે જેની અંદર સમય વધારે જાય છે અને ત્રણ વાગ્યા પછી સર્વર થોડું સ્લો પડી જાય છે. રોજની 40 અરજીઓ એપ્રુવલ કરીએ છીએ અને 10 જેટલી અરજી રિજેક્ટ થાય છે. અને રોજ નવી 70 નો ઉમેરો થાય છે.જેના કારણે સમય વધુ જઈ રહ્યો છે.
Read full article on Divya Bhaskar