top
15 હજારમાંથી માત્ર 3157 ખેડૂતોએ નોંધણી કરાવી:પંચમહાલમાં ટેકાના ભાવ કરતાં ડાંગરના ખુલ્લા બજારમાં ભાવ વધુ : ખેડૂતો રજિસ્ટ્રેશનમાં નિરસ
પંચમહાલમાં 54 હજાર હેક્ટરમાં ડાંગર વાવેતર ધરાવતા 15 હજાર ખેડૂતોમાંથી માત્ર 3157 ખેડૂતોએ જ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારી ₹488 પ્રતિ મણની સામે ઓપન માર્કેટમાં ₹580નો ઊંચો ભાવ મળતાં અને 16 નવેમ્બરથી ખરીદી શરૂ થવાની હોવાથી ખેડૂતો દ્વારા રોકડી કરવા બજારમાં વેચાણ પસંદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખરીફ સિઝન માટે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ડાંગરની ટેકાના ભાવે (MSP) ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, પંચમહાલ જિલ્લામાં સરકારી ખરીદી માટેના ટેકાના ભાવ અને ખુલ્લા બજારના ભાવો વચ્ચે મોટો તફાવત હોવાના કારણે ખેડૂતોએ રજિસ્ટ્રેશનમાં ખૂબ જ ઓછો રસ દાખવ્યો છે. સરકારે ચાલુ વર્ષે ડાંગર કોમન માટે ₹2441 પ્રતિ ક્વિન્ટલ (રૂ488 પ્રતિ મણ) અને ડાંગર ગ્રેડ-એ માટે ₹2461 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે. તેની સામે હાલ ઓપન માર્કેટમાં ખેડૂતોને ડાંગરના પ્રતિ મણ ₹580 સુધીના સારા અને ઊંચા ભાવો મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આ વર્ષે 15 હજારથી વધુ ખેડૂતો દ્વારા કુલ 54 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ 31 ઓક્ટોબરે નોંધણીની મુદત પૂરી થઈ ત્યાં સુધીમાં જિલ્લામાંથી માત્ર 3157 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડો દર્શાવે છે કે જિલ્લાના લગભગ 80 ટકાથી વધુ ખેડૂતો સરકારી ખરીદી પ્રક્રિયાથી દૂર રહ્યા છે.ટેકાના ભાવની ખરીદી 16 નવેમ્બરથી શરૂ થવાની છે. જયારે હાલ દીવાળીનો તહેવાર હોવાથી ખેડૂતો ટેકાના ભાવ કરતા વધુ ભાવ બજારમાંથી મળતા ખેડૂત ખુલ્લા બજારમાં ડાંગર વેચીને રોકડી કરી રહ્યા છે. વેપારીઓ દ્વારા સીધા જ રોકડા નાણાં મળતા હોવાથી અને બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નોંધપાત્ર રીતે વધુ હોવાથી ખેડૂતો સીધું જ ઓપન માર્કેટમાં વેચાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જિલ્લામાં 3157 ખેડૂતોએ નોંધણી કરાવી રજિસ્ટ્રેશન ઓછું થવાના મુખ્ય 4 કારણો
Read full article on Divya Bhaskar