crime
15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:સગીરાએ બાળકીને આપ્યો જન્મ, DNA ટેસ્ટથી આરોપી સામે ગુનો પુરવાર; અન્ય એક કેસમાં આરોપી UPની જેલમાં
અમદાવાદના નિકોલ પોલીસ મથકે વર્ષ 2021 માં મૂળ ઉતર પ્રદેશના આરોપી દેવરાજ ચૌધરી સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 07 સાહેદ અને 15 પુરાવા તપાસીને જજ એચ.એન.દેસાઈએ આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી કેસને વિગતે જોતા 14 વર્ષ અને 10 માસની ઉંમર ધરાવતી સગીર વયની ભોગ બનનાર પીડિતાને આરોપી દેવરાજે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની તથા સારી રીતે રાખવાની લાલચ આપી હતી. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2021 દરમિયાન આરોપી તેને ચાણક્યપુરી ખાતેના ભાડાના રૂમમાં લઈ ગયો હતો અને તેણીની સંમતિ વિના અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો 23 મે, 2021 ના રોજ આરોપી સગીરાને વાલીપણામાંથી ભગાડીને અલીગઢ લઈ ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનાર મળી આવતા તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે 26 થી 28 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા DNA રિપોર્ટમાં સાબિત થયું કે આરોપી દેવરાજ જ ભોગ બનનારના બાળકીનો જૈવિક પિતા છે. વળી આરોપી સામે ઉતર પ્રદેશમાં પણ અન્ય ગુનો નોંધાયેલો હોવાથી તે ત્યાં જેલમાં છે. કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ઉપરાંત આર્થિક દંડ ફટકાર્યો હતો અને પીડિતાને 04 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે.
Read full article on Divya Bhaskar