Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વલસાડના 1.55 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.31.29 કરોડ જમા:જિલ્લામાં 72 સ્થળોએ કિસાન ઉત્સવ ઉજવાયો; પારડી પારનેરામાં પ્રભારી મંત્રીની હાજરીમાં ખેડૂતોનું સન્માન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
વલસાડના 1.55 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.31.29 કરોડ જમા:જિલ્લામાં 72 સ્થળોએ કિસાન ઉત્સવ ઉજવાયો; પારડી પારનેરામાં પ્રભારી મંત્રીની હાજરીમાં ખેડૂતોનું સન્માન
વલસાડ જિલ્લામાં શુક્રવારે 72 સ્થળોએ કિસાન ઉત્સવ ઉજવાયો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા તરીકે 1,55,865 ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.31.29 કરોડ જમા કરાયા. વલસાડ તાલુકાના પારડી પારનેરા ગામે ચંદ્ર મોલેશ્વર મંદિર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ હાજર રહ્યા હતા. બનાસકાંઠાના ભીલડીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધ્યા હતા. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. નરેશ પટેલે કહ્યું કે વડાપ્રધાન ખેડૂતોના હિત માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. જનધન ખાતાઓને કારણે સરકારી સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરી હતી. રૂ.20ના વીમા અંગે જાગૃતિ લાવવા અને સહિયારી જમીનના 7/12 ઉતારામાં નોંધ કરાવી જમીનના બ્લોક અલગ કરાવવા પણ કહ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી. સાંસદ ધવલ પટેલે કહ્યું કે સોઇલ હેલ્થ કાર્ડ, મોબાઇલ એપ્લિકેશન અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ ખેડૂતોની આવક વધારવામાં ઉપયોગી છે. ધારાસભ્ય ભરત પટેલે 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાને આનંદ અને ગૌરવની બાબત ગણાવી હતી. કાર્યક્રમમાં કલેક્ટર નિતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ સૌનું સ્વાગત કર્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan