crime
કુલ રૂા.15,770નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુનો નોંધાયો:ગોધરામાં મકાનમાંથી 46 કિલો ગૌવંશના માંસ સાથે એક ઝડપાયો, બે ફરાર
ગોધરા શહેરના એઠલીની વાડી વિસ્તારના એક મકાનમાં ગૌવંશના માંસનું છૂટકમાં વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 1ને પકડી લીધો હતો. જ્યારે એક શખ્સ ધાબા પરથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કુલ રૂા.15,770નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગત 29 ઓક્ટોબરના રોજ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એઠલીની વાડી વિસ્તારની પાણીની ટાંકી સામે રહેતાં મહમદ સુલતાન સુલેમાન ભાઇજમાલ તથા તેનો પુત્ર અલીહૈદર મહમદ સુલતાન ભાઇજમાલ પોતાના મકાનમાં આસીફ કાસીમ ઝભા પાસેથી ગૌવંશનું માંસ મંગાવી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહમદ સુલતાન પકડાઈ ગયો હતો. જ્યારે તેનો પુત્ર અલીહૈદર ભાગી છૂટ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા રૂા.9200 કિંમતનું 46 કિલો માંસ, માંસ કાપવાનું લાકડાનું ઢીબલું, કુહાડી, છરી, વજનકાંટો અને આરોપીનો મોબાઈલ ફોન મળી કુલ રૂા.15,770નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બગડી ગયેલા માંસના જથ્થાને જંગલમાં ખાડો ખોદી મીઠું નાંખી તેનો નાશ કર્યો હતો. પોલીસે માસનો જથ્થો ગૌ-માંસ છે કે નહી તે માટે સેમ્પલ એફએસએલમાં મોકલ્યું હતું. સેમ્પલના રિપોર્ટમાં ગૌ-માંસ પુરવાર થયું હતું. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar