crime
સાયલા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ:1.64 લાખના દારૂ અને ટ્રક સહિત 19.52 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ, એક ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી ટ્રકમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો હતો. ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની 144 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક સહિત કુલ રૂ.19,52,004નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોમાઈ હોટલના પાર્કિંગમાંથી ટ્રક પકડાઈ બાતમીના આધારે પોલીસ ટીમે સાયલા વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બ્લેક બોર્ન સ્ટોન ક્રશર સામે આવેલી મોમાઈ હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી. અહીંથી RJ-30-GA-6939 નંબરની ટ્રકને ઝડપી તેની કેબિનની તપાસ કરતાં બનાવેલા ચોરખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની 144 બોટલ સહિત રૂ.19.52 લાખનો મુદ્દામાલ પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 144 બોટલ, જેની કિંમત રૂ.1,64,400 છે, ઉપરાંત મેંદાના લોટની 588 બોરી, ટ્રક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.19,52,004નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ, એક આરોપી ફરાર પોલીસે ટ્રકના ડ્રાઇવર રમેશચંદ્ર દેવકિશન સુથાર, રહે. મોરચા, તા. કુંભલગઢ, થાના કેલવાડા, જિલ્લા રાજસમંદ, રાજસ્થાનની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર રાજકોટનો મુકેશ નામનો આરોપી હજુ પકડવાનો બાકી છે. બંને આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar