top
વટલાવ ગામની પ્રાથમિક શાળાના તાળાં ખુલ્યા:17 દિવસના વિરોધ બાદ મર્જરનો નિર્ણય રદ્દ, ગ્રામજનોમાં ખુશી
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વટલાવ ગામની પ્રાથમિક શાળાને લઈને ચાલી રહેલો વિવાદ પૂરો થયો છે. 17 દિવસના લાંબા વિરોધ પછી તંત્રએ શાળા મર્જ કરવાનો નિર્ણય રદ્દ કર્યો છે. આ કારણે આજે શાળાના તાળાં ખુલ્યા છે. ગોધરા તાલુકાની વટલાવ પ્રાથમિક શાળા અને સખીદાસની મુવાડી ગામની પ્રાથમિક શાળાને મર્જ કરવાનો સરકારી નિર્ણય લેવાયો હતો. જોકે, આ નિર્ણય સામે વટલાવ ગામના ગ્રામજનો અને વાલીઓમાં ગુસ્સો હતો. બાળકોના ભવિષ્ય અને અંતરની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ શાળા મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે શાળાને તાળાબંધી કરી દીધી હતી. સતત 17 દિવસ સુધી શિક્ષણ બંધ રહ્યું અને ગ્રામજનો પોતાની માગ પર અડગ રહ્યા. આખરે ગ્રામજનોના વિરોધ અને રજૂઆતો પછી શિક્ષણ વિભાગે મર્જરનો આ નિર્ણય રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. નિર્ણય રદ્દ થતાં જ શાળાના તાળાં ખોલવામાં આવ્યા છે. બાળકો ફરીથી પોતાના વર્ગખંડમાં ભણવા પહોંચ્યા છે, જેથી વાલીઓ અને ગ્રામજનોમાં ખુશી છે.
Read full article on Divya Bhaskar