Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વલસાડમાં સગીરા અને પરિણીતાના આપઘાતથી અરેરાટી:સોમનાથ રેસિડન્સીમાં 17 વર્ષીય સગીરાએ ફાંસો ખાધો; અબ્રામામાં 4 વર્ષની પુત્રીની માતાએ આયુષ્ય ટૂંકાવ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
વલસાડમાં સગીરા અને પરિણીતાના આપઘાતથી અરેરાટી:સોમનાથ રેસિડન્સીમાં 17 વર્ષીય સગીરાએ ફાંસો ખાધો; અબ્રામામાં 4 વર્ષની પુત્રીની માતાએ આયુષ્ય ટૂંકાવ્યું
વલસાડ શહેરમાં બે અલગ-અલગ સ્થળે સગીરા અને પરિણીતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. શેઠિયા નગરની સોમનાથ રેસિડન્સીમાં રહેતી 17 વર્ષીય સગીરા તેમજ અબ્રામા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર આકરું પગલું ભરી લીધું હતું. બનાવો અંગે જાણ થતાં વલસાડ સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘરના રૂમમાં સીલિંગ ફેન સાથે ફાંસો ખાધો પહેલો બનાવ શેઠિયા નગરની સોમનાથ રેસિડન્સીમાં બન્યો હતો, જ્યાં મનીષકુમાર દુબેની 17 વર્ષીય પુત્રી રીયાએ 15 સપ્ટેમ્બરના રોજ ઘરના ઉપરના રૂમમાં દરવાજો બંધ કરી સીલિંગ ફેન સાથે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. નાના ભાઈએ બારીમાંથી અંદર પ્રવેશી તેને નીચે ઉતારી કસ્તુરબા હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. 4 વર્ષની દીકરીએ માની છત્રછાયા ગુમાવી બીજી ઘટના અબ્રામામાં કોકા-કોલા કંપની પાછળ બની હતી. મજૂરી કામ કરતા રોનક સરોડની 26 વર્ષીય પત્ની સીતાબેને 15 સપ્ટેમ્બરની રાત્રે ઘરમાં લોખંડના એંગલ સાથે ઓઢણી બાંધી આપઘાત કરી લીધો હતો. તેને તાત્કાલિક સંસ્કાર હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. મૃતકને 4 વર્ષની માસુમ પુત્રી છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ તેજ કરી બંને બનાવો અંગે જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને કિસ્સામાં આત્મહત્યા પાછળનું ચોક્કસ અને વાસ્તવિક કારણ જાણી શકાયું ન હોય, પોલીસે પરિજનોની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ ચાલુ રાખી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan