crime
સાબરકાંઠા: હિંમતનગરના બળવંતપુરા નજીક ટ્રેનની અડફેટે 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, પરિવારમાં આક્રંદ
સાબરકાંઠાના હિંમતનગરમાં બળવંતપુરા નજીક અસારવાથી ઉદયપુર જતી ટ્રેનની અડફેટે 17 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિની ધ્રુવી મિસ્ત્રીનું કરુણ મોત નીપજ્યું છે. વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેન પસાર થતી વખતે આ દુર્ઘટના બની હતી. આઈકાર્ડ અને બેગ પરથી યુવતીની ઓળખ થઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારમાં શોકનો માહોલ છે.
Read full article on Gujaratsamachar