top
17,000 ખાનગી શાળાઓમાં હડતાલની ચિમકી:ખેડૂતો માટે રાજ્યભરમાં કોંગ્રેસના ધરણાં, ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણામાં ધર્માન્તરણ,પાક નિષ્ફળ જતા ખેડૂતે ફાંસો ખાધો
ભીલડીમાં PM મોદીની ખાટલા સભા PM મોદીએ આજે બનાસકાંઠાના ભીલડીમાં ખાટલા સભા કરી..₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો રીલિઝ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભીલડીમાં મોદીએ રાહુલ ગાંધીને ટોણો માર્યો પીએમ મોદીએ રાહુલ ગાંધીને ટોણો માર્યો. કે,બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂતો માટે રાજ્યભરમાં કોંગ્રેસના ધરણાં ખેડૂતો માટે પાંચ માગો સાથે રાજ્યભરમાં કોંગ્રેસે ધરણાં કર્યા. રાજકોટમાં અમિત ચાવડાએ પીએમ મોદીને ટોણો માર્યો. કહ્યું ખેડૂતોના ખાતામાં રુપિયા જમા કરાવવાથી કંઈ નહીં થાય, ખેતરમાં આવીને જોશો તો ખેડૂતોની ખરી દશા દેખાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણામાં ધર્માન્તરણ ગીર સોમનાથના કોડીનારની બે સગીરાનું ધર્માંતરણ.. ઉનાવાની મીરા દાતાર દરગાહમાં 3 દિવસ રાખી, નામ બદલાવી બુરખો પહેરાવી કલમા પઢાવ્યાં.. મૌલવી સહિત 3ની ધરપકડ કરાઈ જ્યારે 1 ફરાર થઈ ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટે દુકાનદારોની અરજી ગ્રાહ્ય રાખી સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ વેચાણ પર લાગેલો પ્રતિબંધ રદ કરાયો.. રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવતા દુકાનદારોએ અરજી કરી હતી.જો કે સરકારે દુકાનદારોની અરજી ગ્રાહ્ય રાખી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાક નિષ્ફળ જતા ખેડૂતે ફાંસો ખાધો જામનગરમાં દુષ્કાળની અસર, પાક નિષ્ફળ જતાં ખેડૂતે ફાંસો ખાધો.. મંડળીનું દેવું અને પરિવારના ભરણપોષણની ચિંતામાં આત્મહત્યા કરી લીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ સૈનિક સામે પત્નીની અરજીને હાઈકોર્ટ નકારી પૂર્વ સૈનિક સામે પત્નીની અરજીને હાઈકોર્ટ નકારી. પત્નીએ પતિની જાણ કે સંમતિ વગર ગર્ભપાત કરાવ્યો.. એટલું જ નહીં વગર કોઈ વ્યાજબી કે પર્યાપ્ત કારણ સિવાય તે પતિ સાથે રહેવાનો ઇનકાર કરી રહી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 17,000 ખાનગી શાળાઓમાં હડતાલની ચિમકી ગુજરાતની 17,000 ખાનગી શાળાઓમાં હડતાલની ચિમકી..FRC મુજબ RTEના વિદ્યાર્થીની ફી કરવા, પ્રાઇવેટ શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિની પાબંધી, શિક્ષણ સુધારા વિધેયકમાં ફેરફારની ઉગ્ર માંગ સાથે ચીમકી ઉચ્ચારાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો બીજી બાજુ રાજકોટ 38.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માલકનેશમાં સિંહ મારણ કર્યા બાદ ઘરમાં ઘૂસ્યો અમરેલીના માલકનેશમાં સિંહ મારણ કર્યા બાદ ઘરમાં ઘૂસ્યો.કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો.. લોકો ભયભીત થઈ છત પર ચડી ગયા.. વનવિભાગે ટ્રાન્ક્વીલાઈઝ કરી રેસ્ક્યુ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar