Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 18 કર્મીઓની રહેમરાહે નોકરી મામલે સરકાર લાલઘૂમ:30મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે, 8 ભવનમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં અધ્યક્ષોની મનમાની ચાલી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 18 કર્મીઓની રહેમરાહે નોકરી મામલે સરકાર લાલઘૂમ:30મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે, 8 ભવનમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં અધ્યક્ષોની મનમાની ચાલી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 મી સપ્ટેમ્બરના મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે તે નક્કી છે કારણકે તેમાં રહેમરાહે નોકરી કરતા 18 કાયમી નોન ટીચીંગ કર્મચારીઓ પર લટકતી તલવાર છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લાલઘૂમ થઈ આ અંગેની તમામ ફાઇલો મંગાવવામાં આવી છે તે મુદ્દો ગાજશે. આ ઉપરાંત 29 માંથી 8 ભવનમાં કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા પર ભરતી માટે પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી સિવાયના 6 ભવનમાં પ્રતિ માસ રૂ.40,000 માસિક પગારની જોગવાઈ છે. જોકે આ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કેન્દ્રીયકૃત કરવાને બદલે તેની સત્તા ભવન અધ્યક્ષોને આપી દેવાતા ભવનના હેડના માનીતાઓને સ્થાન મળ્યાનો આંતરિક રોસ જોવા મળી રહ્યો છે તો 14 નિવૃત સહિત 32 પ્રોફેસરોને સિનિયર પ્રોફેસરનું પ્રમોશન આપ્યાને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીના ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સચિન પરમારની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે સીધી ભરતી થતા તેઓ એક માસનો પગાર આપી નોકરીમાંથી મુક્ત થયા. આ ઉપરાંત ડી. આર. એન્ટરપ્રાઇઝનો મેન પાવરનો કોન્ટ્રાક્ટ તા.01/09/2026 થી 31/08/2027 એમ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં 30 સપ્ટેમ્બરના બપોરે 12.30 વાગ્યે ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને મોડમાં યોજાશે. આ 18 કર્મચારીઓની રહેમરાહે ફરજ સામે પ્રશ્નાર્થ 1.એન.પી.ઈટોરીયા 2.આર.જે.ચાવડા 3. એ.એન.ચોવટીયા 4. ટી.પી.ભટ્ટ 5. એચ.કે.આચાર્ય 6. પી.એમ.વાઘેલા 7. જે.એન.ટેવાણી 8. ડી.બી,માંકડ 9. વી.એચ.કોડીયાતર 10. એન.વી.ટાંક 11. ડી.ડી.મકવાણા 12. આર.એન.ચાવડા 13. પી.આર.ભામાણી 14. એન.સી.ગુરુગ 15. એમ.એચ.તેરૈયા 16. એચ.એન.એરડા 17. એચ.વી.રાઠોડ 18. જે.આર.લાઠીયા કયા ભવનમાં કેટલી કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા ભરાશે ? ભવન - જગ્યા આંકડાશાસ્ત્ર - 04 કેમેસ્ટ્રી - 04 બાયો કેમેસ્ટ્રી - 02 બાયો સાયન્સ - 06 શારીરિક શિક્ષણ ભવન - 02 સંસ્કૃત - 01 ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી - 01 MBA - 01 14 નિવૃત સહિત 32 પ્રોફેસરોને સિનિયર પ્રોફેસરના પ્રમોશન અપાયા ડૉ.સી.કે.કુંભારણા, ડૉ.એ.એમ.ગોંસાઈ, ડૉ.એન.આર.દવે, ડૉ.એચ.ડી.જોષી, ડૉ.આર.કે.કોઠારી, ડૉ.આર.એસ.કુંડુ, ડૉ.વી.એસ.ઠાકર (નિવૃત), ડૉ.એન.વી.ઉદાણી, ડૉ.એસ.જે.પરમાર, ડૉ.એ.કે. ચક્રવાલ, ડૉ.કે.પી.ડામોર, ડૉ.ડી.પી.ચૌહાણ (નિવૃત), ડૉ.એસ.જે.ભાયાણી, ડૉ.એચ.જે.શુકલ, ડૉ.પી.એલ.ચૌહાણ (નિવૃત), ડૉ.એચ.એસ.જોશી (નિવૃત્તિ), ડૉ.એ.કે.શાહ (નિવૃત), ડૉ.વી.એચ.શાહ (નિવૃત), ડૉ.પી.એચ.પરસાણીયા (નિવૃત), ડૉ.શિપ્રા બાલુજા (નિવૃત), ડૉ.એમ.એસ.મોલિયા, ડૉ.બી.બી.રામાનુજ (નિવૃત), ડૉ.જી.સી.ભીમાણી (નિવૃત), ડૉ.કે.એચ.આટકોટીયા, ડૉ.એમ.એન.જીવાણી, ડૉ.એચ.એન.પંડ્યા (નિવૃત), ડૉ.ડી.જી.કુબેરકર (નિવૃત), ડૉ.એન.એ.શાહ, ડૉ.કે.બી.મોદી, ડૉ.એચ.એચ.જોષી (નિવૃત), ડૉ.એમ.જે.જોષી (નિવૃત) અને ડૉ.વી.જે.કનેરીયા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan