Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ભાજપની નવી ટીમમાં માત્ર 18% મહિલાઓ:65 સભ્યોમાં 51 નવા ચહેરા, વસુંધરા સૌથી વૃદ્ધ, યુવા મોરચાના અધ્યક્ષ કરતાં 38 વર્ષ મોટા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 17, 2026 👁 6 views
ભાજપની નવી ટીમમાં માત્ર 18% મહિલાઓ:65 સભ્યોમાં 51 નવા ચહેરા, વસુંધરા સૌથી વૃદ્ધ, યુવા મોરચાના અધ્યક્ષ કરતાં 38 વર્ષ મોટા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સોમવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. તેમાં 65 સભ્યો છે. તેમાંથી 12, એટલે કે 18% મહિલા સભ્યો છે. 14 સભ્યોને ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 51 નવા સભ્યો છે. 73 વર્ષના વસુંધરા રાજે સૌથી સિનિયર છે. જ્યારે 35 વર્ષના ડોક્ટર હેમાંગ જોશી સૌથી યુવા છે. આગામી વર્ષે ચૂંટણીવાળા ઉત્તર પ્રદેશમાંથી 8, ઉત્તરાખંડમાંથી 4, ગુજરાતમાંથી 4 અને પંજાબમાંથી 2, એટલે કે કુલ 18 ચહેરા નવી ટીમમાં સામેલ છે. નીતિનની "નવીન ટીમ" વિશે રસપ્રદ માહિતી 5 ગ્રાફિક્સમાં વાંચો.. 2027ની વિધાનસભા ચૂંટણીવાળા 7 રાજ્યોમાંથી 18 ચહેરા ભાજપની નવી ટીમમાં 2027માં વિધાનસભા ચૂંટણીવાળા 7 રાજ્યોમાંથી 4 રાજ્યોને પ્રતિનિધિત્વ મળ્યું છે. ઉત્તર પ્રદેશમાંથી 8, ઉત્તરાખંડમાંથી 4, ગુજરાતમાંથી 4 અને પંજાબમાંથી 2, એટલે કે કુલ 18 ચહેરા નવી ટીમમાં સામેલ છે. જ્યારે ગોવા, મણિપુર અને હિમાચલ પ્રદેશમાંથી કોઈ નામ નથી. 65 સભ્યોમાંથી માત્ર 12 મહિલાઓ ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ઘણી મહિલા નેતાઓને મહત્વપૂર્ણ સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષથી લઈને રાષ્ટ્રીય મહાસચિવ, સચિવ અને મોરચા તથા સોશિયલ મીડિયા સંબંધિત પદોનો સમાવેશ થાય છે. 65માંથી માત્ર 14 જૂના ચહેરા નવી ટીમમાં 14 જૂના ચહેરાઓને ફરીથી સ્થાન મળ્યું છે, જ્યારે 51 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 65 સભ્યોની ટીમમાં લગભગ 78.5% નવા ચહેરાઓ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે, જોકે કેટલાક અનુભવી નેતાઓને પણ જાળવી રાખવામાં આવ્યા છે. તમામ મોરચાના અધ્યક્ષો હટાવવામાં આવ્યા, કુલ 29 ચહેરાઓ ડ્રોપ અગાઉની ટીમના 29 ચહેરાઓને નવી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નથી. આમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મહાસચિવ, સચિવ અને કોષાધ્યક્ષ જેવા મુખ્ય સંગઠનાત્મક પદો પર રહેલા નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરચા, કાર્યાલય અને મીડિયા સાથે સંકળાયેલા કેટલાક જૂના પદાધિકારીઓને પણ નવી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વસુંધરા સૌથી વૃદ્ધ, હેમાંગ સૌથી યુવા ભાજપની નવી 65 સભ્યોની ટીમમાં સૌથી વૃદ્ધ ચહેરો વસુંધરા રાજે છે, જેમની ઉંમર 17 ઓગસ્ટ 2026ના રોજ 73 વર્ષ છે. જ્યારે સૌથી યુવા ચહેરો ગુજરાતના વડોદરાના MP ડો. હેમાંગ જોશી છે, જેમની ઉંમર 35 વર્ષ છે. એટલે કે નવી ટીમમાં સૌથી વધુ ઉંમર અને સૌથી ઓછી ઉંમરના ચહેરાઓ વચ્ચે 38 વર્ષનો તફાવત છે. જોકે, તમામ 65 નેતાઓની ઉંમરની સંપૂર્ણ વિગતો હજુ સામે આવી નથી. ------------------------------- આ સમાચાર પણ વાંચો... નીતિન નબીનની નવી ટીમ જાહેર:સ્મૃતિ ઈરાની-રામ માધવની વાપસી, ભાજપ IT સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાને હટાવાયા; તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પદ સંભાળ્યાના 209 દિવસ પછી સોમવારે 65 સભ્યોની કાર્યકારિણીની જાહેરાત કરી દીધી. રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવીને પાછા લાવવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan