Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

19 વર્ષીય પ્રેમિકાને હોસ્પિટલમાં મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર, CCTV:સારવાર દરમિયાન યુવતીનું મોત, પરિવારને યુવતીનો ફોટો વ્હોટ્સએપ કરી ફોન સ્વીચઓફ કર્યો; 4 દિવસ પહેલા રાજસ્થાનથી ભગાડી લાવ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
19 વર્ષીય પ્રેમિકાને હોસ્પિટલમાં મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર, CCTV:સારવાર દરમિયાન યુવતીનું મોત, પરિવારને યુવતીનો ફોટો વ્હોટ્સએપ કરી ફોન સ્વીચઓફ કર્યો; 4 દિવસ પહેલા રાજસ્થાનથી ભગાડી લાવ્યો
સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ પરિસરમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજસ્થાનથી પ્રેમજાળમાં ફસાવી સુરત લવાયેલી 19 વર્ષીય યુવતીની તબિયત અચાનક લથડતાં તેનો 45 વર્ષીય પ્રેમી તેને સારવાર અર્થે હોસ્પિટલ લાવીને ત્યાં જ બિનવારસી હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલી આ યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રેમી દ્વારા યુવતીને હોસ્પિટલમાં લાવીને ગુપચુપ ફરાર થઈ જવાની સમગ્ર કરતૂત હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. રાજસ્થાનથી અપહરણ કરી સુરત લાવ્યાનો પરિવારનો આક્ષેપ રાજસ્થાનના ગુડામાલાણી ગામમાં શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલી 19 વર્ષીય કુમકુમને 45 વર્ષીય દિલીપ નામનો આધેડ પ્રેમજાળમાં ફસાવીને 4 દિવસ અગાઉ ભગાડી ગયો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, આરોપી દિલીપ યુવતીનું અપહરણ કરીને પહેલા અમદાવાદ અને ત્યારબાદ સુરત લઈ આવ્યો હતો. સુરતમાં પોતાના એક મિત્રના ઘરે રોકાણ દરમિયાન યુવતીની તબિયત અચાનક અત્યંત નાજુક બની ગઈ હતી, જેથી તેને તાબડતોબ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારને ફોટા મોકલી મોબાઈલ સ્વીચ ઓફ કરી 2 મિનિટમાં ભાગી ગયો હોસ્પિટલમાં યુવતીને દાખલ કર્યા બાદ આરોપી દિલીપે યુવતીના પરિવારજનોને વ્હોટ્સએપ પર હોસ્પિટલના ફોટા મોકલી ‘દીકરીની તબિયત ખરાબ છે’ એવો મેસેજ કર્યો હતો. આ મેસેજ મોકલ્યાની ગણતરીની 2 મિનિટમાં જ તે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. મેસેજ મળતાં જ ગભરાયેલા પરિવારે સુરતમાં વસતા પોતાના સમાજના અગ્રણીઓને હોસ્પિટલ મોકલ્યા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં યુવતીએ દમ તોડી દીધો હતો. અગાઉ પણ અનેક સંબંધો બાંધી ચૂક્યો છે આરોપી મૃતકના સંબંધી દીયારામ કુમાવતે જણાવ્યું હતું કે, 45 વર્ષીય દિલીપ રીઢો છે અને અગાઉ પણ અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ચૂક્યો છે. આ કેસમાં પણ પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે તેણે અકસ્માત અને ડિલિવરી કેસ હોવાના ઉપજાવી કાઢેલા બહાના બનાવ્યા હતા. આરોપીએ એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ કરી તેને મોત તરફ ધકેલી દીધી હોવાનો રોષ પરિવારે વ્યક્ત કર્યો છે. રાજસ્થાન પોલીસ સુરત પહોંચી યુવતીના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને રાજસ્થાન પોલીસની ટીમ પણ તાત્કાલિક સુરત આવી પહોંચી છે. પરિવારજનોએ આરોપી દિલીપ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી તેને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવા તેમજ ન્યાય અપાવવા માટે ઉગ્ર માંગણી કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan