Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

પોલીસે રોકડ રૂ.19750 સહિત મુદ્દામાલ કબજે:છતડીયામાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 3 views
પોલીસે રોકડ રૂ.19750 સહિત મુદ્દામાલ કબજે:છતડીયામાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા
રાજુલાના છતડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે ગઇ કાલે મોડી રાત્રે શીતળામાંના મંદિર પાસે ગામના ઝાપામાં ખેતર તરફ જતા રસ્તા પર દરોડો પડાયો હતો. પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. રાજુલાના છતડીયા ગામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજુલા પોલીસે ગઇ કાલે મધરાત્રે 12:30 કલાકે બાતમી વાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ખોડુ પોપટભાઈ રાઠોડ, વિપુલ હંસરાજભાઇ ચૈાહાણ, અશોક માધાભાઇ વાઘેલા, ચેતન કિશનભાઇ ચૈાહાણ, વિજય મધુભાઇ વાળા, ગૈાતમ સુરેશભાઇ ચૈાહાણ, ગાંગા કાળુભાઇ ખાંભલા, હરેશ ભાભલુભાઇ વાળા, દર્શન લાભશંકરભાઇ જાખરા, ખોડુ જોરૂભાઇ ડાભીયા, નાગજીભાઇ તેજાભાઇ ચાવડા સહિત 11 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 19750 રોકડા સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan