top
મહાવીરસિંહ સિંધવના મોતના 2 મહિના બાદ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:પોલીસમેન ભાઈને કહ્યું- 'તારા ભાઈએ લીધેલા રૂ. 1.35 કરોડ તારે આપવા પડશે, નહીં આપે તો બિલ્ડિંગ પરથી ફેંકી દઈશ'
અમદાવાદમાં નિવૃત આર્મીમેન મહાવીરસિંહ સિંધવના આકસ્મિક મોતના બે મહિના બાદ સુરેન્દ્રનગરના બે વ્યાજખોરોએ મૃતકના પોલીસમેન ભાઈ અને પિતાને ધમકી આપી રૂ. 1.35 કરોડની વસૂલાત કરી. વ્યાજખોરોએ દાવો કર્યો છે કે, મહાવીરસિંહ જ્યારે જીવતા હતા ત્યારે તેઓ દ્વારા રૂ. 1.35 કરોડ રૂપિયા વ્યાજે આપ્યા હતા, જેની વસૂલાત બાકી છે. રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા મહાવીરસિંહ સિંધવના ભાઈને વ્યાજખોરોએ ધમકી આપતા કહ્યું કે, જો તમે રૂપિયા નહીં આપો તો 'તારો ભાઈ જે રીતે બિલ્ડિંગ પરથી પડીને મૃત્યુ પામ્યો તેવી જ રીતે તને અને તારા બાપને ઉપરથી ફેકી દેશું'. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા બંને વ્યાજખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્વ. મહાવીરસિંહના બેસણા સમયે જ આરોપીઓએ પૈસાની ઉઘરાણી કરી રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા ક્રિપાલસિંહ સિંધવે રાજા રાતડીયા અને રમેશ ઉર્ફે ચોટી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું કે,મારા મોટાભાઇ મહાવીરસિંહ સિંધવ અમદાવાદ રહેતા હતા તેમનું તા 9 જૂન, 2026ના રોજ અવસાન થયું હતું.13 જૂને મારાભાઈનું અમારા ગામ ચોકડી બેસણું રાખવામાં આવ્યું હતું. ત્યારે અમારા ગામના રાજા અને રમેશ અન્ય શખસો સાથે આવ્યા હતા. તેઓએ મારાપિતાને કહ્યું કે, તમારા દીકરા મહાવીરસિંહને અમે રૂ. 1.35 કરોડ વ્યાજે આપ્યા હતા. જે લેવાના બાકી છે. જેથી મારા પિતાએ કહ્યું હતું કે, આ બાબતની અમને કોઈ માહિતી નથી. ત્યારે બંનેએ કહ્યું કે, રૂપિયા તો તમારે જ આપવા પડશે. 'તારો ભાઈ જે રીતે બિલ્ડિંગ પરથી પડી ગયો તે રીતે તને અને તારા બાપને ફેકી દેશું' 27 જૂન, 2026ની સાંજે પણ રાજા રાતડીયાએ ક્રિપાલસિંહને ફોન કરી કહ્યું હતું કે, તારા ભાઈને આપેલ રૂપીયા તારે તો આપવાજ પડશે. તું રૂપિયા નહી આપે તો તારો ભાઇ જેમ બિલ્ડીંગમાંથી પડીને મરી ગયો હતો. તેમ તને અને તારા બાપને પણ કોઇ બિલ્ડીંગ ઉપર લઈ જઈને નીચે ફેકીને મારી નાખીશુ. આ પછી પણ 4 જુલાઈએ બંને આરોપીઓએ ફોન કરી ક્રિપાલસિંહ પાસે પૈસાની ઉઘરાણી કરી ધમકી આપી. પોલીસે કોલ રેકોર્ડિંગ કબજે કરી વધુ તપાસ હાથ ધરી સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે આરોપી રાજા રાતડીયા અને રમેશ ઊર્ફર ચોંટી વરુ વિરુધ્ધ ગુનો નોંધી તપાસના કામે ફોન પર આપવામાં આવેલ ધમકીના કોલ રેકોર્ડિંગ કબ્જે કરી આરોપીઓને ઝડપી પાડવામાં માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં ચોથા માળેથી પટકાતા મહાવીરસિંહનું મોત નિપજ્યું'તું અમદાવાદના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું.લૂંટ, ગુજસીટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ ગઈકાલે (8 જૂન) રાત્રે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar