top
2 જાન્યુઆરી 2027ના રોજ સંભવત પરીક્ષા:ધો.5ના છાત્રો 5 નવેમ્બર સુધી સીઇટી પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ ભરી શકશે
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2027-28 માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષાના આધારે રાજ્યની શ્રેષ્ઠ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ, મોડેલ સ્કૂલ્સ અને સૈનિક શાળાઓમાં ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ ધોરણ-6 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન આર્થિક સહાય/સ્કોલરશિપ મેળવવા માટે પણ આ જ પરીક્ષાનું મેરીટ ધ્યાને લેવાશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. પરીક્ષાની તારીખ 02 જાન્યુઆરી 2027 ને શનિવારે લેવાય તેવી સંભાવના છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ CET આપી શકશે. મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને તમામ રેસિડેન્શિયલ/મોડેલ શાળાઓમાં પ્રવેશ અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે પાત્ર ગણવામાં આવશે. ફોર્મમાં દર્શાવેલ વાલી/શિક્ષકના મોબાઇલ નંબર પર જ ભવિષ્યમાં પ્રવેશ અને સ્કોલરશિપ અંગેના SMS મોકલવામાં આવશે. માહિતીમાં સુધારો થશે નહીં: નામ, અટક, જન્મતારીખ, કેટેગરી કે માધ્યમ જેવી વિગતો ઓનલાઈન ફોર્મમાં ચકાસીને સાચી ભરવાની રહેશે, પાછળથી કોઈ ફેરફાર થઈ શકશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષા સંપૂર્ણ પારદર્શક અને મેરીટ આધારિત છે. લાલચ કે છેતરપિંડી આચરતા અસામાજિક તત્વોથી સાવધ રહેવું. કોઈ પણ પ્રકારની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવાશે.
Read full article on Divya Bhaskar