Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પતિ-પત્નીની ખોટી ઓળખ આપીને બંગલાઓને નિશાન બનાવનાર ઝડપાયો:અલથાણમાં 2 દિવસ કામ કરી 27 તોલા સોનું-રોકડ લઈને ફરાર થયો'તો, ગુજરાત-રાજસ્થાનમાં 10 ગુના નોંધાયેલા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
પતિ-પત્નીની ખોટી ઓળખ આપીને બંગલાઓને નિશાન બનાવનાર ઝડપાયો:અલથાણમાં 2 દિવસ કામ કરી 27 તોલા સોનું-રોકડ લઈને ફરાર થયો'તો, ગુજરાત-રાજસ્થાનમાં 10 ગુના નોંધાયેલા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેથી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. લોકેશ ઉર્ફે રાહુલ નામનો આ 26 વર્ષીય આરોપી અગાઉ સુરતના અલથાણ વિસ્તારમાં મોટી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ સ્ક્વોડે ઈન્દોરમાંથી તેની ધરપકડ કરી સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી ઈન્દોરમાં પણ એક બંગલામાં છેલ્લા 10 દિવસથી નોકર તરીકે કામે રહ્યો હતો અને ત્યાં પણ ચોરી કરવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે તેને સમયસર દબોચી લીધો છે. નોકર બની 13.94 લાખની ચોરી કરી હતી આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 12 ઓક્ટોબર 2024ના રોજ લોકેશ અને તેની સાગરીત મહિલા સીમા ઉર્ફે આરતી સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ઉમિયા બંગ્લોઝમાં નોકર તરીકે કામે રહ્યા હતા. કામે રહ્યાના માત્ર 2 દિવસ પછી જ તેઓએ ઘરમાંથી 27 તોલા સોનાના દાગીના અને 56,000 રૂપિયા રોકડા મળીને કુલ 13,94,000 રૂપિયાની ચોરી કરી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ તેઓ પોતાની બાઈક લઈને રાજસ્થાન ભાગી ગયા હતા અને ત્યાં દાગીના જવેલર્સને વેચી દીધા હતા. પતિ-પત્ની બની બંગલા ધારકોને ટાર્ગેટ કરતા આરોપીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાક હતી. તે પોતાની મહિલા સાગરીત સાથે મળીને ધનિક પરિવારોના બંગલાઓને નિશાન બનાવતો હતો. બંને પતિ-પત્ની હોવાની ખોટી ઓળખ આપીને ઘરમાં નોકરી મેળવતા હતા. જેમાં આરોપી પોતાનું નામ રાહુલ અથવા પ્રવીણ અને મહિલા આરતી હોવાનું જણાવતા હતા. નોકરી મેળવ્યાના થોડા જ દિવસોમાં મોકો જોઈને તેઓ પેચિયા અને પાનાની મદદથી તિજોરી કે કબાટના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ જતા હતા. ચોરી કર્યા બાદ તેઓ દાગીના અલગ-અલગ શહેરોમાં સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતા હતા. ગુજરાત-રાજસ્થાનમાં 10 ગુના નોંધાયેલા પકડાયેલો આરોપી લોકેશ ઉર્ફે રાહુલ મોટો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેના પર ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 10 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. તે અગાઉ પોલીસની કસ્ટડીમાંથી ધક્કો મારીને ભાગી જવામાં પણ સફળ રહ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં પણ લાખો રૂપિયાની ચોરીના ગુના આચરી ચૂક્યો છે. રાજસ્થાનમાં તેના પર ચેઈન સ્નેચિંગ અને લૂંટના ગુનાઓ પણ નોંધાયેલા છે. હાલ તેની સાગરીત સીમાએ બીજા સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan