top
2 દિવસમાં ચૂકવણું કરવાની માંગ સાથે મ્યુનિ. કમિશનરને આવેદન:મનપાના સફાઈકર્મીઓને તહેવારોમાં પગાર અને બોનસ ચૂકવવા માંગણી
આગામી દિવાળીના પ્રકાશ પર્વને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આશરે 500 જેટલા સફાઈ કામદારો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે તેમના પગાર, એડહોક બોનસ તેમજ ફેસ્ટિવલ એડવાન્સની રકમનું 2 દિવસમાં ચૂકવણું કરવાની માંગ સાથે રાજ્ય કર્મચારી સંઘદ્વારા પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. સંઘના પ્રમુખ મયુરભાઈ બી. પાટડીયા દ્વારા મનપાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે પાલિકામાં વાલ્મીકિ સમાજના અંદાજે 500 કાયમી, રોજમદાર અને કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. તહેવારો નજીક હોઈ તેમની ન્યાયી માગણીઓ ઉકેલવી જરૂરી છે. પાલિકા તંત્ર સમક્ષ કરાયેલી મુખ્ય 4 માંગણીઓમાં સરકારી ઠરાવ મુજબ એડહોક બોનસ રાજ્ય સરકારના નાણાં વિભાગના તાજેતરના ઠરાવ તા. 2/11/2026 મુજબ વર્ગ-4 ના તમામ કાયમી, રોજમદાર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તાત્કાલિક એડહોક બોનસ ચૂકવવામાં આવે. રૂ. 5000 ફેસ્ટિવલ રકમ દિવાળીના તહેવારો માટે અગાઉની જેમ પરત ભરવાની શરતે સફાઈ કામદાર દીઠ રૂ. 5000 ફેસ્ટિવલ એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના પગારમાંથી 8.33% લેખે બોનસની રકમ કાપવામાં આવી હોવા છતાં ચૂકવવાની ના પાડવામાં આવે છે, જેથી કોન્ટ્રાક્ટર કર્મચારીઓને બોનસ ચૂકવે તેવો આદેશ કરવામાં આવે. કર્મચારીઓનો માસિક પગાર તહેવાર પહેલાં જ કરી દેવામાં આવે. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે માંગણી કરી છે કે તમામ ચાર મુદ્દાઓ પર આગામી 2 દિવસની અંદર આદેશ કરી રકમનું ચૂકવણું કરવામાં આવે. આ પત્રની નકલ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સેનિટેશન કમિટીના ચેરમેનને યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરાઈ છે.
Read full article on Divya Bhaskar