Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સોની પરિવારે સામૂહિક આપઘાત પહેલાં ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા:હોસ્પિટલનું મહિને 2 લાખ ભાડું ચૂકવતો, પરિવાર એક વર્ષથી આર્થિક સંકડામણમાં હતો, ₹1.10 કરોડમાં મકાન વેચ્યું હતું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 2 views
સોની પરિવારે સામૂહિક આપઘાત પહેલાં ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા:હોસ્પિટલનું મહિને 2 લાખ ભાડું ચૂકવતો, પરિવાર એક વર્ષથી આર્થિક સંકડામણમાં હતો, ₹1.10 કરોડમાં મકાન વેચ્યું હતું
વડોદરામાં 'ઝેપ્સ હેલ્થ કેર' કંપનીના માલિક આરતીબેન સોનીએ મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેની સાથે 27 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો, જેની જાણ 28 ઓક્ટોબરની સાંજે થતાં શહેર સહિત રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આર્થિક સંકડામણમાં ત્રણ પેજની સુસાઈડ નોટ લખી 50 વર્ષીય માતા, 27 વર્ષીય પુત્ર અને 23 વર્ષીય પુત્રીએ એક સાથે ગળેફાંસો ખાધો હતો. હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ પરિવારે જ્યાં આપઘાત કર્યો હતો તે મકાનના હોલમાં ચાર પંખા છે. ઘરનો દરવાજો ખોલતા સૌ પહેલા બે પંખા આવે છે, જેમાં દરવાજા પાસેના પંખામાં દીકરી જેની સોની અને ડાબી બાજુના પંખામાં માતા આરતી સોનીએ ગળે ફાંસો ખાધો હતો, જ્યારે દીકરો નીલકંઠ હોલમાં અંદરની બાજુએ અન્ય એક દરવાજા પાસેના પંખા પર લટકતો જોવા મળ્યો હતો. આપઘાત પહેલાં તેઓએ ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા હતા. સોની પરિવાર છેલ્લા એક વર્ષથી આર્થિક સંકડામણમાં હતો શહેરના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના સામૂહિક આપઘાત પાછળ મૂળ કયા કારણો છે તે જાણવા દિવ્ય ભાસ્કરે તપાસ અધિકારી અને અન્ય આધારભૂત સૂત્રો પાસેથી માહિતી એકઠી કરી હતી. સોની પરિવાર એક બે મહિનાથી નહીં પરંતુ છેલ્લા એક વર્ષથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો. હોસ્પિટલનું મહિને ₹2 લાખ અને કંપનીનું ₹15 હજાર ભાડું ભરતા મૃતક આરતીબેન સોની જે હોસ્પિટલ ચલાવતા હતા તેનું મહિનાનું ભાડું ₹2.04 લાખ હતું અને માંડ અઠવાડિયે એક-બે દર્દી આવતા હતા. આ સાથે જે કંપની બનાવી હતી તે કંપની હાલોલ રોડ પર આવેલા કોટંબી ગામમાં છે, જેનું મહિને ₹15 હજાર ભાડું હતું. સોની પરિવાર જાતે ત્યાં દવા બનાવતો હતો. આ ઉપરાંત સોની પરિવાર જ્યાં રહેતો હતો તે મકાન પણ તેઓએ વેચવા માટે કાઢ્યું હતું. આરતી સોની અને શેલેષ પટેલ વચ્ચે ₹1.10 કરોડમાં મકાનની ડિલ થઈ આ મકાનની ડિલ પહેલાં 1.05 કરોડમાં થઈ હતી, પરંતુ શૈલેષ પટેલે એક વર્ષનો સમય માંગતા તે ડિલ આખરે 1.10 કરોડમાં નક્કી થઈ હતી. આ મકાન પેટે શૈલેષ પટેલે 77 લાખ જેટલી રકમ ચૂકવી હતી, જેમાં ચેક દ્વારા 50 લાખથી વધુની રકમ આપી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય રકમ ચિઠ્ઠી દ્વારા આપ્યાનું સામે આવ્યું છે. આરતી સોનીના મકાન પર હજુ 55 લાખની લોન બાકી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મકાન પર હજુ 55 લાખની લોન બાકી છે, જ્યારે સુસાઈડ નોટમાં શૈલેષ પટેલ પાસેથી માત્ર 33 લાખ લેવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે, ત્યારે આ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે, આ મકાન વેચવાનું હોવાની વાત આરતી સોની પહેલાં વાસણ ખરીદીના વેપારીને કરી હતી. શૈલેષ પટેલે ગોડાઉન બનાવવા માટે આ મકાન ખરીદ્યું હતું આ વેપારીએ શેલેષ પટેલને વાત કરી હતી. ત્યારબાદ શૈલેષ પટેલ અને આરતી સોની વચ્ચે મકાનની ડિલ થઈ હતી. શૈલેષ પટેલને હરણીમાં પ્રેશર કૂકરનું હોલસેલ કારખાનું છે અને તેઓ નડિયાદમાં રહે છે. આ મકાનની ડિલ આઠથી નવ મહિના અગાઉ થઈ હતી. શૈલેષ પટેલ આ મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવાના હતા. એક મકાનના પતિ અને પિતાના નામે બે દસ્તાવેજ આ સમગ્ર મામલે ચોંકાવનારી બાબત તો એ છે કે, સોની પરિવારે જે મકાન શેલેષ પટેલને વેચ્યું હતું તે મકાનો એક નહીં બે દસ્તાવેજ મળી આવ્યા છે. એક દસ્તાવેજ આરતીબેનના પતિના નામે છે, જ્યારે બીજા દસ્તાવેજ આરતીબેનના પિતાનો હોવાનો સામે આવ્યું છે. આ પણ વાંચો: વડોદરામાં 'ઝેપ્સ હેલ્થ કેર' કંપનીના માલિક પરિવારનો સામૂહિક આપઘાત આ પણ વાંચો: સોની પરિવાર આપઘાત, પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan