Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાંદેરમાં બેફામ સ્વિફ્ટ કારે લીધો યુવકનો જીવ:ગણેશ આગમન જોતા 20 વર્ષીય યુવકનો ભોગ લેનાર ગોલ્ડન ટીનો સંચાલક ઝડપાયો, કાન પકડીને માંગી માફી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
રાંદેરમાં બેફામ સ્વિફ્ટ કારે લીધો યુવકનો જીવ:ગણેશ આગમન જોતા 20 વર્ષીય યુવકનો ભોગ લેનાર ગોલ્ડન ટીનો સંચાલક ઝડપાયો, કાન પકડીને માંગી માફી
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન સર્જાયેલા દર્દનાક હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા સફેદ રંગની સ્વિફ્ટ કારના ચાલકને રાંદેર પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે ઝડપી લીધો છે. માસુમ યુવકનો ભોગ લઈને ફરાર થયેલો આરોપી જ્યારે પોલીસના સકંજામાં આવ્યો ત્યારે તેની તમામ હેકડી ગાયબ થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં કાયદાનો ડંડો જોતાં જ આરોપી ઢીલો પડી ગયો હતો અને પોતાના બંને કાન પકડીને હાથ જોડી માફી માંગવા લાગ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર વાહન કબ્જે કરી કાયદેસરની ધરપકડ હાથ ધરી છે. ગણેશ આગમનની શોભાયાત્રા નિહાળતાં કાળ ત્રાટક્યો આ ઘટનાની વિગત મુજબ ગત 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 11થી 11:30 વાગ્યાના સુમારે આ અકસ્માત થયો હતો. અમરોલી વિસ્તારમાં બંબાગેટ પાસે રહેતો 20 વર્ષીય આશાસ્પદ યુવાન શકીલ શબ્બીર શેખ પોતાના ભાઈ સાથે રાંદેરના બેજનવાલા કોમ્પ્લેક્સ સામે આવેલા BRTS રૂટ પાસે ઊભો હતો. સુરતમાં ગણેશોત્સવનો ઉત્સાહ હોવાથી શકીલ રસ્તા પરથી પસાર થતી ગણેશ આગમનની સવારી જોઈ રહ્યો હતો. તે જ વખતે તાડવાડી તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલી સફેદ સ્વિફ્ટ કાર (GJ-16-FA-5777) ના ચાલકે શકીલને જોરદાર અડફેટે લીધો હતો. ગંભીર ઇજાઓ થતાં હવામાં ફંગોળાયો કારચાલકનું સ્ટીયરિંગ પર કોઈ નિયંત્રણ ન હોવાથી પ્રચંડ ટક્કર વાગતાં શકીલ હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં શકીલને તાત્કાલિક સારવાર માટે નજીકની લાઈફ લાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર 20 વર્ષની નાની વયે પુત્રનું અકાળે અવસાન થતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. ભરૂચી શાહ ભાગળનો દાનીશ મુલતાની નીકળ્યો આરોપી અકસ્માત બાદ અંધારાનો ગેરલાભ ઉઠાવી કારચાલક વાહન ભગાવી ગયો હતો. મૃતકના સંબંધી અને ડિલિવરી બોય તરીકે કામ કરતા સોહેલ સિરાજભાઈ શેખે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ અને માર્ગ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ કાર નંબરના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કાર ભરૂચી શાહ ભાગળ, પીપરડીવાલા સ્કૂલ પાસે રહેતા 36 વર્ષીય દાનીશ ઉર્ફે મીનુ સમશેર મુલતાનીની છે, જે રાંદેરમાં 'ગોલ્ડન ટી' નામની ચાની હોટલ ચલાવે છે. પોલીસે છટકું ગોઠવી દાનીશને દબોચી લીધો હતો અને તેની સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan