crime
કલોલની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:32 વર્ષીય આરોપીએ 17 વર્ષની સગીરાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું, પીડિતાને 3 લાખનું વળતર
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ તેની પર બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં આરોપીને સેશન્સ કોર્ટે આકરી સજા ફટકારી છે. કલોલના ત્રીજા સેશન્સ જજ બી.આર. રાજપૂતે આરોપીને પોક્સો (POCSO) એક્ટ હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ, ₹1 લાખનો દંડ અને પીડિત સગીરાને ₹3 લાખનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચર્યું આરોપી રાજેશ ઉર્ફે રાજ કનુભાઈ લવજીભાઈ મકવાણા (ઉં.વ. 31, મૂળ રહે. જકસીગામ, વિરમગામ; હાલ રહે. આરસોડીયા, કલોલ) ગત તા. 13 સપ્ટેમ્બર, 2025ના રોજ પડોશમાં રહેતી 17 વર્ષ 11 દિવસની સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પરિવારે હિંમત દાખવી કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આરોપી 17 વર્ષની સગીરાને વાલીપણામાંથી લલચાવી લઈ ગયો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI યુ. એસ. પટેલ અને તેમની ટીમે મજબૂત પુરાવા એકત્ર કરી ટૂંક સમયમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જીગ્નેશ એચ. જોષીએ દલીલ કરી હતી કે 31 વર્ષનો પુખ્ત વયનો આરોપી 17 વર્ષની સગીરાને વાલીપણામાંથી લલચાવી લઈ ગયો હતો. આવા ગંભીર અપરાધમાં સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા થવી અનિવાર્ય છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી કોર્ટે સાક્ષીઓની જુબાની અને તબીબી પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું હતું કે સગીરાએ વેઠેલું શારીરિક અને માનસિક શોષણ અત્યંત ગંભીર છે. આથી અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹1 લાખનો દંડ તેમજ પીડિતાને ₹3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
Read full article on Divya Bhaskar