crime
જામનગરમાં 2,090 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું:છ દિવસમાં ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરા કુંડમાં વિદાય કરાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડમાં છ દિવસ દરમિયાન કુલ 2,090 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બરના છઠ્ઠા દિવસે બંને કુંડમાં કુલ 124 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં 80 અને સરદાર રિવેરા કુંડમાં 44 મૂર્તિઓની વિદાય થઈ હતી. આ સાથે છ દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ 1,686 તથા સરદાર રિવેરા કુંડમાં કુલ 404 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. બંને કુંડનો સંયુક્ત કુલ આંકડો 2,090 મૂર્તિઓ થયો છે. છઠ્ઠા દિવસે પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને વિસર્જન કુંડ ખાતે ગણેશ મૂર્તિઓના વિસર્જનની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar