crime
મંદિર દર્શને ગયેલા દંપતીની 22 વર્ષીય દીકરીની મળી લાશ
સુરત જિલ્લામાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ટેકરી ફળિયામાં રહેતા દંપતીના મકાનને નિશાન બનાવી લૂંટારૂઓએ તેમની ૨૨ વર્ષીય યુવતીની ક્રૂર હત્યા કરી નાખી. અહીંથી નહીં અટકતા અજાણ્યા લૂંટારુંઓએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 2 લાખ 52 લાખથી વધુની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આ ઘટનાને પગલે સમગ્ર માંડવી પંથકમાં અરેરાટી સાથે ભારે અસુરક્ષા અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. મહત્વનું છે કે ગત રોજ દંપતી મંદિર દર્શનાર્થે ગયા હતા. જેથી ઘરમાં તેમની ૨૨ વર્ષીય દીકરી નિધિ વાસુદેવ પટેલ એકલી હતી. આ સમયે યુવતીને ઘરમાં એકલી જોઈ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અથવા તકનો લાભ ઉઠાવી અજાણ્યા તત્વો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટારૂઓએ નિધિ સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક વર્તન કર્યું હતું. લૂંટના ઈરાદે આવેલા ગુનેગારોએ ૨૨ વર્ષીય નિધિના મોઢા પર કાળી પટ્ટી ચોંટાડી દીધી હતી. ત્યારબાદ તેના ગળાના ભાગે પ્લાસ્ટિકની થેલી બાંધી ચારજિંગ વાયર વડે ગૂંગળાવીને અત્યંત નિર્મમ રીતે તેની હત્યા નીપજાવી હતી અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી. મર્ડર વિથ લૂંટની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
Read full article on News18 Gujarati