top
25 હજારની લાંચ લેતા ક્લાર્ક ઝડપાયો:જાંબુઘોડા મામલતદાર કચેરીના ક્લાર્કના 2 દિવસના રિમાન્ડ મંજૂર, જમીન નોંધ માટે લાંચ લીધી હતી
પંચમહાલની જાંબુઘોડા મામલતદાર કચેરીના ATVT શાખાના ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તેમને 25 હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં ગોધરા ACB ટીમે હાલોલ કોર્ટમાં રજૂ કર્યા હતા. ગોધરા ACBના તપાસ અધિકારી એસ. એમ. પઠાણે કોર્ટમાં 4 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. લુણાવાડા ACBની ટીમે ગઈકાલે છટકું ગોઠવીને સુરપાલસિંહ ઝાલાને 25 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડ્યા હતા. ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ જમીન વેચાણથી રાખી હતી. તેની નોંધ પાડવાના કામ માટે ક્લાર્ક સુરપાલસિંહ ઝાલાએ 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. જેના આધારે ACB ટીમે સફળ છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા પકડી લીધો હતો. આ સમગ્ર મામલે ગુનો નોંધીને ગોધરા ACB ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar