Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી 25.87 લાખની ઠગાઈ:શેરબજારમાં ₹3.47 કરોડનો ફેક નફો દર્શાવી ખંખેરી લીધા, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
શેરબજારમાં વધુ નફાની લાલચ આપી 25.87 લાખની ઠગાઈ:શેરબજારમાં ₹3.47 કરોડનો ફેક નફો દર્શાવી ખંખેરી લીધા, સાયબર ક્રાઈમમાં ફરિયાદ
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ વેપારીને શેરબજારમાં રોકાણ પર મોટો નફો અપાવવાની લોભામણી લાલચ આપી સાયબર ગઠિયાઓએ 25.87 લાખ રૂપિયાની જંગી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ બોગસ પ્લેટફોર્મ પર કરોડો રૂપિયાનો નફો દર્શાવી વૃદ્ધ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. છેતરાયાનો અહેસાસ થતાં વૃદ્ધે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સએપ મેસેજથી જાળ બિછાવી, 'વેલ્થ એલિયન્સ' ના નામે સંપર્ક કર્યો મણિનગરમાં પત્ની સાથે રહેતા અને સીટીએમ વિસ્તારમાં ખાનગી કંપની ધરાવતા 80 વર્ષીય વૃદ્ધ ગત 12 ડિસેમ્બર 2025 ના રોજ મોબાઈલ ચેક કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી શેરબજારમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની ઓફર કરતો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ અંગે પૂછપરછ કરતાં સામેની વ્યક્તિએ પોતાનું નામ દીપક પંડિત અને તે 'વેલ્થ એલિયન્સ' ટીમનો હોદ્દેદાર હોવાની ઓળખ આપી હતી. વૃદ્ધે રોકાણમાં રસ દાખવતાં દીપકે તેની આસિસ્ટન્ટ શાલિનીનો નંબર આપી આગળની વાતચીત કરવા જણાવ્યું હતું. ₹26.78 લાખનું રોકાણ કરાવી ₹3.47 કરોડનો નકલી નફો દર્શાવ્યો શાલિની નામની યુવતીએ વૃદ્ધનો સંપર્ક કરી વિવિધ લોભામણી રોકાણ યોજનાઓ સમજાવી હતી. ત્યારબાદ બોગસ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવી અલગ-અલગ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે તબક્કાવાર કુલ 26.78 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. રોકાણ બાદ ગઠિયાઓએ ડેશબોર્ડ પર વૃદ્ધને તેમના રોકાણ સામે 3.47 કરોડ રૂપિયાનો જંગી નફો થયો હોવાનું દર્શાવ્યું હતું. રોકાણકારનો સંપૂર્ણ વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફામાંથી 90,000 રૂપિયા વિડ્રો કરવાની મંજૂરી પણ આપી હતી. બાકી રકમ વિડ્રો કરવા જતાં ફોન સ્વીચ ઓફ વિશ્વાસ બેસી જતાં જ્યારે વૃદ્ધે પોતાના કરોડો રૂપિયાના નફાની બાકી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સામે પક્ષેથી કોઈ જવાબ મળ્યો નહોતો અને ઠગોએ પોતાના તમામ મોબાઈલ નંબરો સ્વિચ ઓફ કરી દીધા હતા. પોતાની સાથે 25.87 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના દર્શાવે છે કે અજાણ્યા વોટ્સએપ મેસેજ, ટેલિગ્રામ ગ્રૂપ્સ કે શેરબજારમાં અવાસ્તવિક નફાની લાલચ આપતી સ્કીમોથી સાવધ રહેવું અત્યંત જરૂરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan