Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 2,678 યુવાનો તાલીમબદ્ધ:2,000થી વધુ યુવાનો રોજગાર સાથે જોડાયા;185થી વધુ ગામો સુધી પહોંચી કૌશલ્ય વિકાસની સરાહનીય પહેલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 2,678 યુવાનો તાલીમબદ્ધ:2,000થી વધુ યુવાનો રોજગાર સાથે જોડાયા;185થી વધુ ગામો સુધી પહોંચી કૌશલ્ય વિકાસની સરાહનીય પહેલ
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે એકતાનગરમાં કાર્યરત એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાનિક યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જુલાઈ 2021 થી ઓક્ટોબર 2026 દરમિયાન કેન્દ્રમાં કુલ 2,678 તાલીમાર્થીઓએ વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા છે, જેમાં 1,382 યુવતીઓ અને 1,296 યુવાનોનો સમાવેશ થાય છે. આ પૈકી 2,000 થી વધુ તાલીમાર્થીઓ વેતન આધારિત રોજગાર, સ્વરોજગાર અને મોસમી રોજગારી સાથે સફળતાપૂર્વક જોડાયા છે. 185થી વધુ ગામો સુધી તાલીમનો વ્યાપ આ કૌશલ્ય વિકાસ પહેલનો લાભ નર્મદા જિલ્લાના 185 થી વધુ ગામો સુધી પહોંચ્યો છે. કેન્દ્રમાં ફ્રન્ટ ઓફિસ એસોસિયેટ સહિતના રોજગારલક્ષી અભ્યાસક્રમો હેઠળ સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે પ્રાયોગિક તાલીમ, સંવાદ કૌશલ્ય અને વ્યવસાયલક્ષી ક્ષમતાઓ વિકસાવવામાં આવે છે. એકતાનગર પ્રવાસન ક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું હોવાથી હોટેલ, આતિથ્ય સેવા, ફ્રન્ટ ઓફિસ અને પ્રવાસી સહાય જેવા ક્ષેત્રોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મેળવવામાં આ તાલીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. સ્થાનિક યુવાનોનો વધતો આત્મવિશ્વાસ કેવડિયા કોલોનીના શ્રૃતિ જસ્વાલ અને કેવડિયાના રાહુલ ભોઈ હાલમાં 3 મહિનાનો ફ્રન્ટ ઓફિસ એસોસિયેટ અભ્યાસક્રમ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે થિયરી સાથે પ્રેક્ટિકલ તાલીમ અને સકારાત્મક વાતાવરણને કારણે તેમનામાં કૌશલ્યનો સારો વિકાસ થયો છે. આ તાલીમ પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્તરે જ રોજગાર મેળવવાનો આત્મવિશ્વાસ વધે છે. ખાસ કરીને યુવતીઓને આ તાલીમ દ્વારા આર્થિક સ્વાવલંબન મેળવવાની શ્રેષ્ઠ તક સાંપડી રહી છે. આત્મનિર્ભરતાના આદર્શો સાથે સ્થાનિક વિકાસ સરદાર પટેલના એકતા અને આત્મનિર્ભરતાના આદર્શોથી પ્રેરિત આ પહેલ કૌશલ્ય વિકાસ, રોજગાર અને સ્થાનિક વિકાસને જોડીને યુવાનો માટે નવી તકો ઊભી કરી રહી છે. એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે જુલાઈ 2021 થી ઓક્ટોબર 2026 ના સમયગાળામાં રોજગારલક્ષી અભ્યાસક્રમો દ્વારા 1,382 મહિલાઓ અને 1,296 પુરુષો મળી કુલ 2,678 તાલીમાર્થીઓને સશક્ત બનાવી આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પરિવર્તન આણ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan