Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

3 સામે ફરિયાદ:હિંમતનગરના ઇલોલમાં ફટાકડા ફોડવાની મજાકમાં માથાકૂટ થઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 3 views
3 સામે ફરિયાદ:હિંમતનગરના ઇલોલમાં ફટાકડા ફોડવાની મજાકમાં માથાકૂટ થઈ
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ફટાકડા ફોડવા બાબતે થયેલી મજાકની અદાવત રાખીને ત્રણ શખ્સોએ સગીર અને તેના કાકા સાથે ગાળાગાળી કરી લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇલોલ ગામના વણજારા વાસમાં રહેતા 38 વર્ષીય મહેન્દ્રભાઇ હરજીજી વણજારાએ નોંધાવેલી ફરિયાદની અનુસાર, ગત 29/10/26ના રોજ રાત્રિના આશરે 20:30 વાગ્યાના સુમારે તેમનો ભત્રીજો જતીન અને પુત્ર ચિરાગ ઘર નજીક ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે જતીને મજાકમાં ચિરાગને કહ્યું હતું કે, હું તારા ઉપર ફટાકડો નાખીશ. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા તુષાર જગદીશજી વણજારાએ આ વાત પોતાના માટે કહી હોવાની ગેરસમજ કરી ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો હતો. થોડી વાર બાદ જતીન બજાર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગામના નવરાત્રી ચોક પાસે તુષાર અને તેના કાકા વનરાજ સરદારજી વણજારાએ તેને રોકીને ગડદાપાટુ અને લાફા માર્યા હતા. આ બાબતની જાણ થતાં જતીનના કાકા મહેન્દ્રભાઇએ ત્યાં પહોંચી વનરાજને ભત્રીજાને માર મારવાનું કારણ પૂછતાં ઉશ્કેરાઈ ગયો હતો. દરમિયાન વનરાજનો મોટો ભાઈ વિક્રમ સરદારજી વણજારા પણ ત્યાં દોડી આવ્યો હતો અને મહેન્દ્રભાઇને લાફો મારી દીધો હતો. ઝઘડો વધતાં પરિવારજનો વચ્ચે પડતાં ત્રણેય શખ્સો ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત જતીનને કાનમાં દુખાવો ઉપડતાં તેને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan