Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાંદેર હિટ એન્ડ રનમાં યુવકનું મોત:અકસ્માત સર્જી ભાગી રહેલા સ્વિફટચાલકનો વીડિયો વાઈરલ, 3 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
રાંદેર હિટ એન્ડ રનમાં યુવકનું મોત:અકસ્માત સર્જી ભાગી રહેલા સ્વિફટચાલકનો વીડિયો વાઈરલ, 3 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર
સુરતના રાંદેર વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક બેફામ સ્વિફ્ટ કાર ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો, જેમાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક યુવકને તરફડતો મૂકીને ભાગવા લાગ્યો હતો, તે દરમિયાન બે બાઈક સવારોએ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક ચાલકો સતત તેને રોકવાની બૂમો પાડી રહ્યા છે, છતાં તે જરા પણ કાર ધીમી પાડતો નથી અને બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો છે. અકસ્માત બાદ ફરાર થતા કારચાલકનો આ લાઈવ વીડિયો હવે સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગણેશ આગમન જોતા યુવકને કાળમુખી કારે ઉડાવ્યો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ હચમચાવી દેનારી ઘટના 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 થી 11:30 વાગ્યાની આસપાસ બની હતી. અમરોલી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય શકીલ શબ્બીર શેખ તેના ભાઈ સાથે રાંદેરના બેજનવાલા કોમ્પ્લેક્ષ સામે BRTS રૂટ પર ઊભો રહીને ગણેશ આગમન જોઈ રહ્યો હતો. આ જ સમયે તાડવાડી તરફથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર (GJ-16-FA-5777) પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી હતી. ડ્રાઇવિંગ પર કાબુ ન હોવાથી આ બેફામ કારે સીધી જ શકીલને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ બાદ યુવકનું મોત, પરિવારમાં માતમ ટક્કર એટલી ભયંકર હતી કે શકીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. 20 વર્ષીય આશાસ્પદ યુવકના અકાળે મોતને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના સંબંધી અને ડિલિવરી બોય તરીકે કામ કરતા સોહેલ સિરાજભાઈ શેખે આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે યુવકનો જીવ લઈને ફરાર થઈ ગયેલા સ્વિફ્ટ કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3 દિવસ વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર આ ગંભીર ઘટનાને 3 દિવસનો સમય વીતી ગયો છે, છતાં રાંદેર પોલીસ હજુ સુધી આરોપી ચાલક સુધી પહોંચી શકી નથી. ઘટના નજરે જોનારા જાગૃત નાગરિકોએ જીવના જોખમે કારચાલકનો પીછો કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં કારનો નંબર (GJ-16-FA-5777) પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, તેમ છતાં પોલીસની તપાસ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. પુરાવાઓ હોવા છતાં આરોપીની ધરપકડ ન થતાં મૃતકના પરિવાર અને લોકોમાં પોલીસની ઢીલી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. પીએસઆઈ જી.કે. પરમાર ચલાવી રહ્યા છે તપાસ હાલમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી. કે. પરમાર આ સમગ્ર હિટ એન્ડ રન કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસ દ્વારા વાયરલ થયેલા વીડિયો અને ફરિયાદમાં દર્શાવેલા કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, RTO રેકોર્ડ મુજબ કાર કોના નામે રજીસ્ટર છે અને અકસ્માત સમયે ખરેખર કાર કોણ ચલાવી રહ્યું હતું તે આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan