top
વલસાડની 3 સહકારી મંડળીઓમાં હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા:પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી પદે વરણી; ખેડૂતોને સસ્તા ભાવે ખેતીની વસ્તુઓ આપવાનો સંકલ્પ
વલસાડ જિલ્લાની ત્રણ સહકારી મંડળીઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા. ચૂંટણી અધિકારી વિમલ પટેલની હાજરીમાં ખાસ બેઠક યોજાઈ હતી. વલસાડ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉકાભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ ઠાકુરભાઈ પટેલ અને મંત્રી તરીકે નટુભાઈ મણીભાઈ નાયક ચૂંટાયા. વલસાડ જિલ્લા સહકારી સંઘમાં પ્રમુખ પદે પંકજકુમાર જયંતીલાલ પટેલ, ઉપપ્રમુખ પદે કિરણભાઈ મગનભાઈ પટેલ અને મંત્રી પદે મુકેશભાઈ વ્રજલાલ પાનવાલાની બિનહરીફ વરણી થઈ. વલસાડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ તરીકે પંકજકુમાર જયંતીલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે નૈલેશભાઈ શાનાભાઈ પટેલ ચૂંટાયા. ચૂંટણી બાદ નવનિયુક્ત હોદ્દેદારોનું ફૂલગુચ્છથી સ્વાગત કરાયું. વલસાડ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પંજાભાઈ પટેલે કહ્યું કે સંઘ ગુજકોમાસોલ દ્વારા ખેડૂતોને પાકનું સારું વળતર અપાવવા પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે ખેડૂતોને ખેતી માટેની જરૂરી વસ્તુઓ સસ્તા ભાવે અને સરળતાથી મળે તે માટે પણ કામ કરાશે. જિલ્લા સહકારી સંઘના આગેવાન અરવિંદભાઈ પટેલે કહ્યું કે સંઘ ખેડૂતો અને સભાસદોના હિતમાં કામગીરી ચાલુ રાખશે. જીવનજરૂરી વસ્તુઓ પણ કિફાયતી ભાવે આપશે. ચૂંટણી દરમિયાન સહકારી ક્ષેત્રના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar