Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

હળવદમાં એરંડાની આડમાં ગાંજાની ખેતી:ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડ મળ્યા; એન્ટી નાર્કોટીક્સ વિંગે રેડ કરી, FSLઅને તોલમાપની ટીમની હાજરી કાપણી કરી વજન કરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
હળવદમાં એરંડાની આડમાં ગાંજાની ખેતી:ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડ મળ્યા; એન્ટી નાર્કોટીક્સ વિંગે રેડ કરી, FSLઅને તોલમાપની ટીમની હાજરી કાપણી કરી વજન કરાશે
હળવદના ચિત્રોડી ગામે આવેલા એક ખેતરમાં એરંડાના પાકની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમ દ્વારા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી એક કે બે નહીં પરંતુ અંદાજે ૩૦૦ (300) જેટલા ગાંજાના છોડ મળી આવ્યા છે. ઘટનાને પગલે તાત્કાલિક એફએસએલ (FSL) અને તોલમાપ વિભાગની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. હાલમાં મળી આવેલા ગાંજાના છોડનું વજન કરવા તેમજ કાયદાકીય પદ્ધતિસરની કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે. આરોપી અને ભાગિયા અંગે તપાસ શરૂ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે ખેતરમાં આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે જમીનના માલિક હનીફભાઈ નામના વ્યક્તિ છે. જો કે, તેમણે આ ખેતરની જમીન અન્ય કોઈ વ્યક્તિને ભાગવી (ભાગિયા પદ્ધતિએ) વાવવા માટે આપી દીધી હતી. હાલમાં આ ગેરકાયદેસર ખેતી અસલમાં કોણ કરી રહ્યું હતું અને કેટલા સમયથી ચાલી રહી હતી તે પોલીસ તપાસનો મુખ્ય વિષય બન્યો છે. પોલીસનું નિવેદન: એફએસએલ અને તોલમાપ વિભાગની પૂરવણી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જમીન માલિક તેમજ આ રેકેટ પાછળ સંડોવાયેલા અન્ય શખ્સો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan