crime
વનસ્પતિ, પામતેલ-કલર ફલેવરનો નાશ:ગ્રેઇન માર્કેટના ગોડાઉનમાં શંકાસ્પદ 324 કિલો ઘી સીઝ
જામનગર મહાનગરપાલીકાની ફૂડ શાખા દ્વારા સતત પાંચમા દિવસે પણ ઝુંબેશ યથાવત રાખવામાં આવતા ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં એક પેઢીના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમાં ફૂડ શાખાને તપાસમાં શંકાસ્પદ ભેળસેળયુકત 324 કિલો ઘીનો જથ્થો મળી આવતા નમૂના લઇ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે સાથે વનસ્પતિ તેલ સહિત રૂા.25,290ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.ફૂડ શાખાની કડક કાર્યવાહીથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. મનપાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે ગ્રેન માર્કેટ અને ગોકુલનગર વિસ્તારમાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે કાર્યવાહી દરમિયાન ગ્રેન માર્કેટમાં ખાંડ બજાર પાછળ આવેલા કાશ ટ્રેડર ગોડાઉન(માલિક મહમુદહુશેન અબ્દુલરજાક કાશ)ના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં ફૂડ શાખાની ટીમને તપાસ દરમિયાન 324 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂા. 1,13,400 થાય છે. ફૂડ શાખા દ્વારા આ ઘીના સેમ્પલ લઈ તમામ જથ્થો ઘટનાસ્થળે જ સીઝ કરી દેવાયો છે. જયારે ફૂડ શાખાએ તપાસ વેળા ગોડાઉનમાંથી પ્રોટો વાનસ્પતિ ઓઈલના 16 ખાલી અને 4 ભરેલા ડબ્બા, સુમન ગોલ્ડ રિફાઈન્ડ પામ ઓઈલના 2 ખાલી અને 3.5 ભરેલા ડબ્બા તેમજ 5 લીટર જેટલો કલર અને ફ્લેવરનો જથ્થો મળી આવ્યો હતો. જે લગભગ રૂા. 25,290 ની કિંમતના આ તમામ તેલ અને કલર-ફ્લેવરના જથ્થાનો ફૂડ વિભા દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગોકુલનગરમાં ચેકીંગ, નમૂના લેવાયા શહેરના ગોકુલનગર વિસ્તારમાં ફૂડ શાખાની ટીમ દ્વારા હરિઓમ નમકીન, વિશ્વા ફરસાણ, ખેતેશ્વર સ્વીટ, ખોડિયાર સ્વીટ એન્ડ ફરસાણ, રાજારામ ફાસ્ટફૂડ અને શ્રી રામ સ્વીટમાં વપરાતા તેલનું ટીપીએસ યોગ્ય જણાયું હતું. તે ઉપરાંત, જુદી જુદી પેઢીઓમાંથી ગાંઠિયા, ગુલાબ બરફી, તીખા ગાંઠિયા, થાબડી પેંડા, સફેદ ટોપરાપાક, મિક્સ ચવાણું, મેસુબ અને ફરાળી ચેવડા સહિત કુલ 8 નમૂના મેળવી લેબોરેટરી ચકાસણી માટે મોકલાયા છે.જયારે ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી 10 કિલોગ્રામ જેટલી વાસી મીઠાઈ મળી આવતાં તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.જયારે ધનલક્ષ્મી ફરસાણમાં ખાદ્યસામગ્રીના પેકિંગ કે ઉપયોગમાં લેવાતી 2 કિલોગ્રામ અસ્વચ્છ પસ્તીનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar